Face Of Nation 23-03-2022 : વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થશે. ફિલ્મમાં ઘાટીમાં કાશ્મીરી પંડિતની સાથે થયેલી બર્બરતા બતાવવામાં આવી છે. આ જોઈને દર્શકો પોતાનાં આંસુ રોકી શકતા નથી. એક બાજુ, આ ફિલ્મનાં વખાણ પણ થઈ રહ્યાં છે તો બીજુ બાજુ, ફિલ્મની ટીકા પણ કરવામાં આવી છે. સો.મીડિયામાં એક વર્ગ એવું માને છે કે આ ફિલ્મ માત્ર એજન્ડાને આધારે બનાવવામાં આવી છે. આ લિસ્ટમાં હવે સાઉથ એક્ટર પ્રકાશ રાજનું પણ નામ સામેલ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘સિંઘમ’માં પ્રકાશ રાજે જયકાંત શિકરેનું પાત્ર ભજવ્યું હતું.
વિવેક અગ્નિહોત્રીને સવાલ પૂછ્યો
પ્રકાશ રાજે અન્ય એક પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રીને સવાલ કર્યો હતો કે તે દિલ્હી તોફાનો, ગોધરા કેસ તથા નોટબંધી જેવી ફાઇલ્સ પર ફિલ્મ બનાવશે ?પ્રકાશ રાજે સોશિયલ મીડિયામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેણે એક પછી એક ઘણી પોસ્ટ શૅર કરી છે અને એમાં એક વીડિયો પણ છે. આ વીડિયોમાં થિયેટરની અંદર ફિલ્મ પૂરી થયા બાદનું દૃશ્ય જોવા મળે છે. લોકો જોશમાં આવીને મુસ્લિમ વિરુદ્ધ ટિપ્પણી કરે છે અને છેલ્લે ‘જય શ્રીરામ’ના નારા લગાવે છે. આ વીડિયો શૅર કરીને પ્રકાશ રાજે કહ્યું હતું કે ‘કાશ્મીર ફાઇલ્સ’ શું ઘાને રુઝાવવાનું કામ કરી રહી છે કે પછી નફરતનાં બીજ વાવી રહી છે અને ઘા આપી રહી છે?’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).