ફેસ ઓફ નેશન, 29-04-2020 : કોરોનાએ આજે વિશ્વમાં તમામ લોકોને ઘરમાં કેદ કરી દીધા છે. સાથે જ પોલીસનો આજે પ્રજાએ એવો ચહેરો જોયો છે જે કદી નથી જોયો. ગરીબોને ભોજન અને જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરીને પોલીસ વિભાગે આજે તેમની નૈતિક જવાબદારી અદા કરી છે. આજે ચારેકોર પ્રજાનો પોલીસ ઉપર એટલો પ્રેમ વરસી રહ્યો છે કે સૌ કોઈ લોકો પોતપોતાની રીતે આભાર વ્યક્ત કરી રહ્યા છે. લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ કડક પણ બની છે પરંતુ આ કડકાઈ અત્યંત જરૂરી છે. પ્રજાના સ્વાસ્થ્ય માટેની કડકાઈ એ કડકાઈ નથી કહેવાતી.
પરિવારને પણ બાજુમાં મૂકીને આજે જે પ્રજાને પોતાનો પરિવાર માનીને તેમની સુરક્ષા કાજે સતત ફરજ બજાવી રહ્યા છે. આણંદમાં લોકોએ પોલીસ ઉપર પેટ્રોલિંગ દરમ્યાન ફૂલોનો વરસાદ કરી દીધો. લોકોએ હર્ષભેર પોલીસ ઉપર પુષ્પવર્ષા થકી પોતાની લાગણી અને પ્રેમ રજૂ કર્યો. જુઓ સમગ્ર વિડીયો,.. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/EFwrKO2IeY4
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?
અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે