Face Of Nation 23-06-2022 : ગાંધીનગરના કોલવડા ગામમાં ઘનશ્યામ પટેલની હત્યા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં 15 વર્ષની પુત્રીએ પણ તેના પિતાનું કટરથી ગળું કાપ્યું હતું. જ્યારે પત્નીએ માથામાં પરાળ મારી હતી. ઠંડા કલેજે હત્યા કર્યા પછી માં દીકરી કલાકો સુધી લાશની પાસે જ બેસી રહ્યા હતા. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાશનાં કારણે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
માતાએ પરાળ મારી, દીકરીએ કટરથી ગળું કાપ્યું
જો કે ઘનશ્યામને રિશીતા વર્તણૂક શંકાસ્પદ લાગી રહી હતી જેના કારણે ફરી ઝગડા શરૂ થયા હતા. આજે ઘનશ્યામ ઘરમાં સૂઈ રહ્યો હતો એ દરમ્યાન રિશીતાએ લોખંડની પરાળ માથામાં ફટકારી હતી. જ્યારે 15 વર્ષની દીકરીએ ઠંડા ક્લેજે તેના પિતા ઘનશ્યામનું કટર વડે ગળું કાપી નાખ્યું હતું. અને ઘનશ્યામ તરફડિયાં મારીને મોતને ભેટયો હતો. આ દરમ્યાન મા-દીકરી ઘનશ્યામને તરફડિયાં મારતા જોઈ રહ્યા હતા.
બે દાયકા અગાઉ ઘનશ્યામ ગેરેજ ચલાવતો હતો
બે દાયકા અગાઉ ઘનશ્યામ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત નજીક ગેરેજ ચલાવતો હતો. પરંતુ તેના મોટા ભાઈ જશું પટેલે સલીમ અને દેવજી નામના બે મિત્રોને અંગત અદાવતમાં જીવતા ભૂંજી દેવાયા હતા. જે પછી જશું પટેલનું નામ માથાભારે ઈસમ તરીકે ગુંજતું થયું હતું. જશું પટેલથી લોકો ડરવા લાગ્યા હતા અને અચાનક જ જશું પટેલ ડોન તરીકે ઉભરી આવતાં ત્રણેય ભાઈઓની રહેણીકરણીમાં મોટો બદલાવ આવી ગયો હતો.
પત્ની, 15 વર્ષની દીકરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો
ગાંધીનગરના કોલવડા ગામમાં આજે ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની નિર્મમ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ ઘનશ્યામ પટેલની ખુદની પત્ની અને 15 વર્ષની દીકરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરમાં કોલવડાનાં જશુ પટેલ ભુતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ હતો. માથાભારે શખ્સ તરીકે છાપ ધરાવતા જશું પટેલને બે નાના ભાઈ જગદીશ અને ઘનશ્યામ પટેલ હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).