Home News અમદાવાદ : દુધવાળી ચાલીમાં રહેતા વ્યક્તિએ કોરોનાએ શું સ્થિતિ ઉભી કરી છે...

અમદાવાદ : દુધવાળી ચાલીમાં રહેતા વ્યક્તિએ કોરોનાએ શું સ્થિતિ ઉભી કરી છે તે અંગે વાત કરી, સાંભળો રુવાડા ઉભા થઈ જશે

ફેસ ઓફ નેશન, 07-05-2020 : કોરોનાએ આજે વ્યક્તિને લાચાર બનાવી દીધો છે. અમદાવાદના દુધવાળી ચાલીમાં ઘેર ઘેર કોરોનાના કેસો નોંધાયા છે. તેવામાં ત્યાં રહેતા એક વ્યક્તિએ આ અંગેનો ચિતાર ફેસ ઓફ નેશન સમક્ષ ટેલિફોનિક વાતચીત દ્વારા રજૂ કર્યો છે. જે સાંભળતા જ રુવાડા ઉભા થઇ જાય તેમ છે. 10 દિવસ આકરા પગલાંથી જે લોકો શાકભાજી અને કરિયાણું લેવા દોડી જાય છે તેવા લોકો માટે આ વાતચીત અવશ્ય સાંભળવા જેવી છે. ઘરમાં કોરોનાનો પગપેસારો થાય તે પછી કેવી હાલત થાય છે તે અંગેની વાતચીત સાંભળતા માત્ર માણસના શરીરમાં કંપારી છૂટી જાય તેમ છે. આ વ્યક્તિને ફેસ ઓફ નેશનના પત્રકારે સાંત્વના આપીને સમજાવ્યું કે, આ મહામારી સામે આપણે લાચાર છીએ, આપણી પાસે ઘરમાં રહ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે આવા વ્યક્તિઓ માટે સાંત્વના પણ મહત્વનો ભાગ ભજવી જાય છે. તેમનું દર્દ એ જ હતું કે, આજે કોઈ સાંત્વના આપવા વાળું પણ નથી.
કોઈ મુલાકાતે નહીં, કોઈ આશ્વાસન નહીં, મતની ભીખ માંગનારાઓ પણ ડેલીએ ડોકાતા ન હોય, લોકો તિરસ્કારની ભાવનાથી જોઈ રહ્યા હોય અને જ્યાં જઈએ ત્યાં લોકો આભડછેટની માફક વર્તન કરતા હોય ત્યારે દરેક વ્યક્તિ માનસિક રીતે ત્રસ્ત બની જાય તે સ્વાભાવિક છે. જે લોકો આ રોગની ગંભીરતા સમજતા નથી તેવા લોકોને ખરેખર જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો છે તેવા ઘરોમાં લઈ જઈને દેખાડવું જોઈએ કે જુઓ આ સ્થિતિ તમારા ઘરમાં ઘુસી જશે ત્યારે તમે જીવી શકશો ખરા ?
કોરોના જ્યાં જ્યાં ફેલાયો છે તેના કરતા ઘણી સારી સ્થિતિ હોવા છતાં લોકો શાકભાજી, કરિયાણું અને ફ્રૂટ લેવા દોડે છે. આવા લોકો ખરેખર માણસાઈને નેવે મૂકીને દેશમાં આવી પડેલી મહામારી સામે લડવા આફતરૂપ બની રહ્યા છે. ખરેખર એવા લોકોને દિલથી સલામ છે કે, જેઓ આજે ખુબ જ કપરી સ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે. આ સમય જ એવો છે જેની સામે વિશ્વનો તમામ નાગરિક લાચાર બની ગયો છે. ફેસ ઓફ નેશન સાથે દુધવાળી ચાલીમાં રહેતા વ્યક્તિએ કરેલી વાતનો ઓડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે. સાંભળો આ ઓડિયો,. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/BbfxoFmY770

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ