ફેસ ઓફ નેશન, 30-04-2020 : કોરોનાના વધતા જતા કેર વચ્ચે ગુજરાતના અમદાવાદમાં દિનપ્રતિદિન કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ મોટાભાગના અમદાવાદીઓ એ મતમાં છે કે, સરકારે સમગ્ર અમદાવાદમાં કર્ફ્યુ નાખી દેવાની તાતી જરૂરિયાત છે પરંતુ સત્તા આ મામલે સહમત ન હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ હાલ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે તેમ છતાં લોકો સોસાયટીમાં કે ધાબા ઉપર ખૂણે ખાંચરે ટોળે વળીને બેસીને ગપાટા મારતા નજરે ચઢે છે. પોલીસ તંત્ર પણ હવે આવા લોકો વિરુદ્ધ કડકાઈ દાખવીને તંગ આવી ગયું છે. કોરોનાને ફેલાતો અટકાવવા એક જ દવા અસરકારક કામગીરી કરે તેમ છે અને તે છે કર્ફ્યુ.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારોમાં વધતા જતા કેસોને અટકાવવા માટે સરકારે કર્ફ્યુ નાખ્યો પણ વધારવાને બદલે મુક્ત કરી દીધો. આજે કર્ફ્યુ નાખવાની પરિસ્થિતિ સરકારની આબરૂ નહીં લે પરંતુ સરકારની ઈજ્જત સાચવી લેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કેમ કે આજે જે કર્ફ્યુની જરૂર છે તે લોકોની વચ્ચે તોફાનો અટકાવવા નહીં પરંતુ કોરોના નામનું તોફાન કોઈને શિકાર ન બનાવે તે માટે દરેકના સ્વાસ્થ્યના હિતમાં છે. આ કફ્ર્યુ લગાવવાની સાથે મોટા ભાગના અમદાવાદીઓ સહમત છે. જેને લઈને સરકારે તાત્કાલિક અસરથી આ મામલે વિચારીને સમગ્ર અમદાવાદમાં કર્ફ્યુ નાખી દેવો વધુ હિતાવત રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. અમદાવાદની ગલીએ ગલીએ અને સોસાયટી મહોલ્લામાં આજે લોકો ભેગા થાય છે તો એક જ સુર પુરે છે કે, કર્ફ્યુ નાખી દેવાની જરૂર છે. સરકાર કેમ આમ નથી કરી રહી તે સમજાતું નથી.
સરકારે આ મહામારીના સમયે તેને ફેલાતી અટકાવવા પ્રજા હિતમાં કફ્ર્યુ નાખવાની તાતી જરૂરિયાત છે. જો હજુ આ પગલાં અંગે વિચારવામાં નહીં આવે તો આગામી સમયમાં કેસોમાં વધારો થતો રહેશે અને તેને અટકવાવો મુશ્કેલ ભર્યો બની રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !