Home Uncategorized કોસ્ટારિકામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ‘કાર્ગો પ્લેન’ રનવે પર જ લપસી પડ્યું, સેકન્ડ્સમાં...

કોસ્ટારિકામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ‘કાર્ગો પ્લેન’ રનવે પર જ લપસી પડ્યું, સેકન્ડ્સમાં પ્લેન થયા બે ટુકડા,જુઓ Video

https://youtu.be/TtF1Aw12nw0

Face Of Nation 08-04-2022 : મધ્ય અમેરિકામાં આવેલા કોસ્ટારિકાના જુઆન સાન્ટામારિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 10.30 વાગ્યાની આસપાસ આ વિમાનનો અકસ્માત થયો. જે DHLના કાર્ગો પ્લેનમાં કોઈ યાંત્રિક ખામીને લીધે થયો હતો. તો બીજીતરફ બોઈંગ-757 પ્લેન સાન્ટામારિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ તેમાં કોઈ ખામી હોવાને કારણે 25 મિનિટમાં જ પાછું આવી ગયું હતું અને તે દરમિયાન રન-વે પરથી લપસી ગયું હતું અને ત્યાં પ્લેનના બે ટૂકડા થઈ ગયા હતા. રાહતની વાત એ હતી કે, તે કાર્ગો પ્લેન હતું, પેસેન્જર પ્લેન નહીં. મુસાફરો કાર્ગો પ્લેનમાં પ્રવાસ કરતાં નથી. તે માલ-સામાનના ટ્રાન્સફર માટે ઉપયોગ લઈ જવામાં આવે છે. કાર્ગો પ્લેનમાં માત્ર બે ક્રૂ મેમ્બર હતા. જેની હાલત સારી હોવાનું કહેવાયું છે. પાઈલટને કોઈ મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).