https://youtu.be/ZKqPsQCD1Dg
Face Of Nation 19-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ટનલને કારણે હવે 30 મિનિટની મુસાફરી 5 મિનિટમાં પૂર્ણ થશે, જેનાથી દિલ્હીમાં ટ્રાફિકજામથી રાહત મળશે. તે જ્યારે ટનલનાં ઉદ્ઘાટન પહેલા એક ગજબની ઘટના બની હતી. ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી મોદી આ ટનલથી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. ટનલમાંથી આવતી વખતે તેઓ થોડીવાર પગપાળા પણ ચાલ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ટનલમાં એક પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઈ તો તેમણે જાતે જ તેને ઉપાડીને ડસ્ટબિનમાં નાખી હતી.
કોરોનાને કારણે ટનલ નિર્માણમાં લાગ્યો સમય
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- આટલા ઓછા સમયમાં આ કોરિડોર તૈયાર કરવું સરળ નહોતું. આ કોરિડોર જે રસ્તાઓની આસપાસ બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તાઓ છે. આ બધી મુશ્કેલીઓ વચ્ચે કોરોના આવ્યો. પરંતુ, આ નવું ભારત છે. તે સમસ્યાઓનું નિરાકરણ પણ કરે છે, નવા સંકલ્પો પણ લે છે અને તે સંકલ્પોને પૂરા કરવાના પ્રયત્નો પણ કરે છે.
ન્યાયતંત્રનો દરવાજો ખખડાવનારા પણ ઓછા ન હતા
‘આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ સુંદર ભેટ મળી છે.’ જો કે, કટાક્ષભર્યા સ્વરમાં તેમણે કહ્યું કે ‘આવું કામ કરીએ ત્યારે પણ ન્યાયતંત્રનો દરવાજો ખખડાવનારા પણ ઓછા ન હતા.’પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોની શક્તિ, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિના પ્રદર્શન માટે પ્રગતિ મેદાન બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ભારત બદલાઈ ગયું, ભારતની તાકાત બદલાઈ ગઈ, જરૂર અનેકગણી વધી, પરંતુ પ્રગતિ મેદાને બહુ પ્રગતિ કરી નહીં.’ તો બીજીતરફ પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ એક નવું ભારત છે. સમસ્યાઓ પણ ઉકેલે છે. નવા સંકલ્પો લે છે અને તે સંકલ્પો પૂરા કરવાનો પણ પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, દેશની રાજધાનીમાં વિશ્વ કક્ષાના કાર્યક્રમો ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓ, પ્રદર્શન હોલ હોય, આ માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે.
અડધા કલાકની મુસાફરી પાંચ મિનિટમાં પૂરી થશે
આ ટનલ ખુલતાની સાથે જ મેરઠ એક્સપ્રેસ વે થઈને ઈન્ડિયા ગેટ જવાનો લોકોનો રસ્તો સરળ થઈ જશે. સિક્સ લેન પ્રગતિ મેદાન ટનલ ખુલવાથી રીંગરોડ અને ઈન્ડિયા ગેટની અવરજવર સિગ્નલ ફ્રી થશે. મુસાફરીનો આ ભાગ 30 મિનિટના બદલે માંડ 5 મિનિટમાં જ પૂર્ણ થશે. આનાથી પ્રગતિ મેદાન નજીકના તમામ રસ્તાઓની અવરજવર સરળ બનશે. આ રસ્તાઓ પરથી પસાર થતા લાખો વાહનચાલકો જામ વગર તેમના સ્થાને પહોંચી શકશે.
ગાઝિયાબાદ અને નોઈડાના લોકોને પણ લાભ મળશે
રિંગ રોડ ખાતે પ્રગતિ પાવર સ્ટેશનથી શરૂ થઈને લગભગ 1.6 કિલોમીટર લાંબી ટનલ નેશનલ સ્પોર્ટ્સ ક્લબ નજીક પહોંચાડી દેશે. પૂર્વ દિલ્હીની સાથે ગાઝિયાબાદ અને નોઈડાના લોકોને પણ આનો લાભ મળશે. ભૈરોં માર્ગ અને મથુરા રોડના ટ્રાફિકજામમાં ફસાયા વિના લોકો પોતાના સ્થળે પહોંચી શકશે. સાથે જ મથુરા રોડની અવરજવર પણ સરળ બનશે. ડીપીએસ મથુરા રોડથી ભગવાન દાસ ટી પોઈન્ટ વચ્ચેના ચાર સિગ્નલ દુર થવાથી આઈટીઓ ચોક સુધી પણ મિનિટોમાં પહોંચી શકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).