Home News રાજસ્થાન સરકારે તમામ બોર્ડર સીલ કરી, પ્રવેશ માટે રાજસ્થાન સરકાર પાસે મંજૂરી...

રાજસ્થાન સરકારે તમામ બોર્ડર સીલ કરી, પ્રવેશ માટે રાજસ્થાન સરકાર પાસે મંજૂરી મેળવવી જરૂરી

ફેસ ઓફ નેશન, 08-05-2020 : રાજસ્થાન સરકારે રોડ માર્ગની ગુજરાતને જોડતી તમામ બોર્ડર સીલ કરી દીધી છે. રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલા પાસ ધારકોને જ એન્ટ્રી આપવામાં આવશે. જેથી ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકશે નહીં. રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને પણ હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય પોલીસ વડાએ પણ આ અંગે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં રોડથી પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને રાજસ્થાન જનારા લોકોને અપીલ છે કે, રાજસ્થાન સરકારના સંબધિત અધિકારી અથવા કલેકટર પાસેથી પ્રવેશપત્ર મેળવ્યા પછી જ મુસાફરી કરવાની રહેશે.
રાજસ્થાન સરકારે બોર્ડરો સીલ કરી દેતા રાજસ્થાન જનારાઓને અવરજવર માટેની મંજૂરી આપવાનું ગુજરાત સરકારે બંધ કરી દીધું છે. તાજેતરમાં ડીસામાં મૂળ રાજસ્થાનનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ નોંધાયો હતો. જેની જાણ થતા વેંત પાડોશના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત સાથે પોતાની સરહદો સીલ કરી દીધી હોવાની વાત બહાર આવી હતી.
બે દિવસ પહેલા અમદાવાદથી ડીસા જઈ રહેલા મૂળ રાજસ્થાનના બાડમેરના પરિવારને પાલનપુર હાઇવે ઉપર અકસ્માત નડ્યો હતો. જેમાં પાંચ મુસાફર પૈકી એકનું મોત નીપજ્યું હતું. જયારે બીજાએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય લોકો પૈકી એકને સર્જરીની આવશ્યકતા હોઈ ઓપરેશન પહેલા ડોકટરે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ કેસ ગુજરાતમાં બહારના રાજ્યના હેડ હેઠળ નોંધવામાં આવ્યો હતો. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ

બેદરકારી : વતન જવા ગોતા ખાતે એકઠા થયેલા શ્રમિકોને બસમાં ભરીને શહેરમાં ગમે ત્યાં ઉતારી દેવાયા !, જુઓ Video

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ