Home News RBI એ રેપો રેટ સ્થિર રાખ્યો પણ GDPમાં ઘટાડાનો નિર્દેશ આપ્યો

RBI એ રેપો રેટ સ્થિર રાખ્યો પણ GDPમાં ઘટાડાનો નિર્દેશ આપ્યો

Face of Nation 10-02-2022 : ઇન્ડીયન મોનેટરી પોલિસીની આજે યોજાયેલ બેઠકને અંતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ વિશે મહત્વની જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજના દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત રાખ્યો છે.

આપને જણાવી દઇએ કે, રેપો રેટ એટલે કે બેન્કોને રિઝર્વ બેંક જરૂર પડ્યે નાણા આપે તેનો દર 4 ટકા અને બેન્કો પાસે વધારાના નાણા રિઝર્વ બેંકમાં જમા કરાવે તો તેનો વ્યાજનો દર રિવર્સ રેપો 3.35 ટકા જ રાખવામાં આવ્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ અને રિઝર્વ બેન્ક અનુસાર ભારતનું અર્થતંત્ર ધીમું પડશે. તા. 31 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં આગામી વર્ષ 2022-23માં દેશની જીડીપી 8થી 8.5 ટકા વચ્ચે રહેશે એવો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. પણ રિઝર્વ બેન્કે આજે દેશનો જીડીપી 7.8 ટકા રહેશે એવી આગાહી કરી છે.

RBI દ્વારા GDP મામલે કરવામાં આવેલ નિર્દેશ દર્શાવે છે કે દેશમાં મોંઘવારી, લોકોની ખરીદ શક્તિમા ઘટ અને નીચો રોજગારી જેવી બાબતો જોતા લાગી રહ્યું છે કે, દેશનું અર્થતંત્ર સહિત મહામારીમાંથી હજી બહાર આવ્યું નથી. સાથે સાથે પેટ્રોલિયમ પ્રોડક્ટસ અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવની ચિંતા પણ રિઝર્વ બેન્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠક અગાઉ ઉધોગ જતગને એવી અપેક્ષા હતી કે વિશ્વમાં વ્યાજના દર વધી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક પણ રિવર્સ રેટ વધારી ભારતમાં વ્યાજ વધવાનો સંકેત આપશે. જોકે, ખુદ રિઝર્વ બેન્કે સ્વીકાર્યું હતું કે, રિવર્સ રેપો ભલે 3.35 ટકા હોય પણ બોન્ડ માર્કેટમાં જે હિલચાલ છે તે અનુસાર અત્યારે વાસ્તવિક રીતે 3.89 ટકા રિવર્સ રેપોના દરથી સોદા થઈ રહ્યા છે એટલે પોલિસીમાં જાહેરાત વગર જ ભારતમાં વ્યાજ દર વધવાનું શરુ થઈ ગયું છે. રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં કોઈ ફેરફારની સાથે દેશના અર્થતંત્રમાં વિકાસને ટેકો મળે અને ફુગાવો વધે નહી એ રીતે નાણા પ્રવાહિતા અનુકૂળ રાખવાની જાહેરાત કરી છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).