Home News અમદાવાદ : સાયન્સસિટીમાં રહેતા નિવૃત શિક્ષકે 5 હજાર પીએમ ફંડમાં જમા કરાવ્યા

અમદાવાદ : સાયન્સસિટીમાં રહેતા નિવૃત શિક્ષકે 5 હજાર પીએમ ફંડમાં જમા કરાવ્યા

ફેસ ઓફ નેશન, 13-04-2020 : સોલા સાયન્સસિટીમાં રહેતા નિવૃત શિક્ષકે પાંચ હજાર રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવ્યા છે. આ શિક્ષકે ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને ચેક અર્પણ કર્યો હતો. કોરોનાની મહામારી સામે લડવાના ભાગરૂપે તેમને આ યોગદાન આપ્યું છે. રાષ્ટ્ર સેવાર્થે હીરજીભાઈ પટેલ નામના નિવૃત શિક્ષકે તેમનો ફાળો આપ્યો હતો.
સાયન્સસિટીમાં રહેતા હીરજીભાઈ પટેલ કે જેઓ નિવૃત શિક્ષક છે. મૂળ સુરેન્દ્રનગરના આ શિક્ષકને પોતાનું યોગદાન રાષ્ટ્ર સેવાર્થે આપવાની ઈચ્છા હતી. જેથી તેમણે સ્થાનિક કોર્પોરેટર જ્યોત્સનાબેન પટેલને રજુઆત કરી હતી. જેને લઈને જ્યોત્સનાબેન પટેલે ધારાસભ્યને આ ચેક યોગદાન સ્વરૂપે આપવા જણાવ્યું હતું. જેને લઈને તેઓએ ભુપેન્દ્રભાઈ પટેલને મળીને આ ચેક અર્પણ કર્યો હતો.
રાષ્ટ્ર સેવાની વાત આવે ત્યારે તમારી ઉદારતા જ મહત્વની સાબિત થાય છે. લોકો પોતાના દેખાવ માટે લાખ્ખો કરોડોની લ્હાણી કરે છે. પરંતુ જયારે રાષ્ટ્ર આફતમાં આવે ત્યારે જે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કે સેવા આપે એ જ મહત્વનું છે. બાકી, પૈસાદાર લોકો દાન આપે છે. કારણ કે, તેની પાસે પૈસા છે પરંતુ પોતાની જવાબદારી સમજીને રાષ્ટ્રને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની ઉદારતા દર્શાવે તે મહત્વનો સેવાર્થી હોય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોના રિપોર્ટ : આજે વધુ 22 કેસ નોંધાયા, 13 અમદાવાદમાં

રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video