Face Of Nation 06-07-2022 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરુવારે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની ભાવિ પત્ની ડૉ ગુરપ્રીત કૌર છે. લગ્નની વિધિ ચંદીગઢના સીએમ હાઉસમાં યોજાશે. 48 વર્ષીય ભગવંત માનના 2015માં તેમની પ્રથમ પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી છૂટાછેડા લીધા હતા. જે બાદ પત્ની બાળકો સાથે અમેરિકા ચાલી ગઈ હતી. માનને તેની પ્રથમ પત્નીથી 2 બાળકો છે. તે તેની માતા સાથે અમેરિકામાં છે. મુખ્યમંત્રી તરીકે માનની શપથગ્રહણ સમારોહમાં આવ્યા હતા.
માતા અને બહેને છોકરી પસંદ કરી
પરિવારે CM માન માટે ડો.ગુરપ્રીત કૌરની પસંદગી કરી છે. ડૉ. ગુરપ્રીત કૌર માનની બહેન મનપ્રીત કૌર સાથે પહેલેથી જ પરિચિત છે. તે પરિવારમાં અવારનવાર આવતી- જતી હતી. માનની બહેન મનપ્રીત અને ગુરપ્રીત ઘણી વખત સાથે શોપિંગ કરવા પણ જતા હતા. માનના માતા હરપાલ કૌર અને બહેન મનપ્રીત કૌરે આ સંબંધ નક્કી કર્યો હતો. પરિવારના કહેવા પર CM માને લગ્ન માટે સંમતિ જણાવી હતી.
2014માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
ભગવંત માન પંજાબના સફળ કોમેડિયન રહ્યા છે. તેમના લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા. ભગવાન માને 2012માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મનપ્રીત બાદલની પંજાબ પીપલ્સ પાર્ટીમાં જોડાયા હતા. 2012માં તેમણે લહેરાગાગામાંથી ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. જો કે, 2014માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમને સંગરુરથી ટિકિટ મળી હતી. ત્યારે તેમની પત્ની ઈન્દ્રપ્રીત કૌરે પણ પ્રચાર કર્યો હતો. જો કે, સાંસદ બન્યા બાદ માનના પત્ની સાથેના સંબંધો બગડવા લાગ્યા હતા. માને પોતે પણ આ વિશે ઉલ્લેખ કર્યો કે તેઓ પરિવારને સમય આપી શકતા નથી.
માને કહ્યું- મેં પરિવાર છોડીને પંજાબને પસંદ કર્યું
આ પહેલા ભગવંત માને તેમના છૂટાછેડા વિશે કહ્યું હતું કે તેમણે પરિવાર કે પંજાબમાંથી કોઈ એકની પસંદગી કરવી પડી હતી. જો કે, તેમણે પંજાબને પસંદ કર્યું. તેમણે પુત્ર દિલશાન અને પુત્રી સીરતની પણ પ્રશંસા કરી હતી. માન તેમની પ્રથમ પત્નીની પણ પ્રશંસા કરી હતી કે તેણે બાળકોને ખૂબ સારી રીતે ઉછેર્યા છે.
કેજરીવાલ અને સિસોદિયા પરિવાર સાથે હાજરી આપશે
ભગવંત માન એક સામાન્ય ઘરની છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે. જેમને તેની માતા અને પુત્રી પણ ખૂબ જ સારી રીતે ઓળખે છે. સાંસદ રાઘવ ચઢ્ઢા વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે. લગ્નમાં પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ પરિવાર સાથે હાજરી આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).