ફેસ ઓફ નેશન Exclusive, 02-05-2020 : “અમારી સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ છે, અમારું તંત્ર સતર્ક છે, અમારા કર્મચારીઓ સજાગ છે, કોરોના મામલે અમે ગંભીર છીએ” આવા બધા માત્ર નામના ઠાલા વચનો હોય તેમ લાગી રહ્યું છે. ફેસ ઓફ નેશનને મળેલી ચોંકાવનારી માહિતી મુજબ, એક પુત્ર તેની માતાની સારવાર માટે રીતસર 108માં ફોન કરીને વારે વારે કગરતો રહ્યો તેમ છતાં તેને સમયસર સારવાર આપવામાં તંત્ર નિષ્ફ્ળ સાબિત થયું. અંતે તેની માતાનું દુઃખદ અવસાન થયું. આ માહિતી આપતા યુવક પણ ગભરાઈ રહ્યો હતો. તેની ઓળખ જાહેર કર્યા બાદ તંત્ર દ્વારા કે અન્ય રીતે તેને કોઈ પરેશાન કરે તેથી ડરની લાગણી અનુભવી રહ્યો હતો. કેમ આવી રીતે કોઈ નેતાએ તેની માતાને બચાવવા માટે નથી કગરવું પડતું ? કેમ કોઈ અધિકારીને તેના પરિવારજનોને બચાવવા આ રીતે નથી કગરવું પડતું ? અરે ! આવી લોકશાહી શું કામની જ્યાં પ્રજાએ આ રીતે કગરવું પડી રહ્યું છે. કેમ જીવ મામલે કોઈ ગંભીર નથી ?
વાત એમ છે કે, અમદાવાદના સાબરમતીમાં રહેતા એક યુવકની માતાની તબિયત સતત લથડી રહી હતી. ડોક્ટરોએ તેમને કોરોનાનો રિપોર્ટ કઢાવવા જવાનું કહ્યું હતું. જેને લઈને આ યુવકે વારંવાર માતાની તબિયત ખરાબ હોવાથી 108 હેલ્પલાઇન ઉપર ફોન કર્યો છતાં કોઈ તેને સમયસર મદદ ન પહોંચાડી શક્યું અંતે તેની માતાનું અવસાન થયું. પ્રથમ ફોનમાં 108ના કર્મચારીએ લોકેશન શોધવામાં સમય બગાડ્યો, લોકેશન મળ્યું ત્યાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હતી. જેથી અડાલજ ઝોનની એમ્બ્યુલન્સને સંપર્ક કર્યો. આ એમ્બ્યુલન્સવાળાએ કોરોનાનો રિપોર્ટ કઢાવવાની વાત સાંભળતા જ ના પાડી દીધી, કોલ સેન્ટરના કર્મચારીએ થોડી વારમાં સામેથી ફોન કરવાની સૂચના આપીને ફોન કટ કરી દીધો. ત્યારબાદ વારંવાર ત્રણ ફોન કર્યા છતાં સમયસર એમ્બ્યુલન્સ ન મળતા આવી મહામારી સમયે તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી.
માતાને બચાવવા માટે યુવકે કરેલા અર્થાગ પ્રયાસો નિષ્ફ્ળ નીવડ્યા. સબ સલામત અને હમેશા મદદ માટે તત્પર, સંવેદનશીલ સરકારના દાવા કરતા તંત્રએ તેની કામગીરીની પોલ ઉઘાડી નાખી. ખરેખર આ એક દુઃખદ ઘટના છે અને અતિ આઘાતજનક ઘટના પણ છે. રાજ્યનો નાગરિક આ રીતે તેની માતાને બચાવવા તંત્ર પાસે ભીખ માંગતો રહે અને તંત્ર સમયસર મદદ પણ ન કરી શકે ત્યારે ઠાલા વચનો અને પોતાને સંવેદનશીલ ગણાવવાનો સરકારને કોઈ અધિકાર નથી તેમ કહેવામાં કોઈ બે મત નથી. ખેર ! આશા રાખીએ કે, તંત્ર હવે આ યુવકને કોઈ પરેશાની નહીં કરે. કેમ કે, ઘણીવાર એવું બને છે કે, સત્તા સામે અવાજ ઉઠાવનારને મુશ્કેલી વેઠવી પડે છે અને એ જ બીકે લોકો મૂંગા મોંએ પોતાની સાથે થતા અન્યાય સહન કરી લે છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/t2hZKTQBiFc
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી
ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત