https://youtube.com/shorts/XZBRoxG7IRE
Face Of Nation 08-06-2022 : ધ્રાંગધ્રાના દુદાપુર ગામમાં 500 ફૂટ ઊંડા બોરમાં પડેલા બાળકને તંત્રએ માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બાળકના પિતાએ તંત્રનો આભાર માન્યો છે. જ્યારે આર્મીની ટીમની કામગીરીને લોકોએ બીરદાવી છે. પિતા મુન્નાભાઇએ જણાવ્યું હતું કે, મારી પત્ની રસોઇ બનાવી રહી હતી અને બાળક બોરમાં પડતા રડવાનો અવાજ આવતાએ ભાગી હતી. પછી અમે અમારા શેઠને જાણ કરી. શેઠ અને ગામલોકોએ તંત્રને જાણ કરતા ત્રણ કલાકમાં જ મારા બાળકને બોરવેલમાંથી બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.
જાણ થતા જ આર્મીના જવાનો દોડી આવ્યા
ધ્રાંગધ્રાના દુદાપુર ગામમાં બોરવેલમાં શિવમ નામનો અઢી વર્ષનો બાળક રમતા રમતા પડી ગયો હતો. આ ઘટનાની જાણ કરાતા આર્મીના જવાનો તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓક્સિજન સાથે દિલ ધડક ઓપરેશન હાથ ધરી માત્ર 40 મિનિટમાં જ માસૂમને હેમખેમ બહાર કાઢ કાઢ્યો હતો. આ કામગીરીમાં ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પોલીસ સ્ટાફ અને અમદાવાદ NDRFની ટીમ જોડાઇ હતી. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું ત્યાથી 40 મિનિટમાં જ બાળકને બહાર કઢાયું હતું. ટીમોને જેતે સ્થળે પહોંચતા અને તૈયારીઓ કરતા ત્રણ કલાક લાગ્યા હતા.
શિવમ રમતા રમતાં બોરમાં પડી ગયો
આ અંગે બાળકના પિતા મુન્નાભાઇએ જણાવ્યું હતું કે, હું અહીં 20 દિવસ પહેલાં વાડીએ કામ કરવા આવ્યો છું. હું વાડીમાં મજૂરી કામ કરી રહ્યો હતો અને મારી પત્ની રસોઇ બનાવી રહી હતી. ત્યારે શિવમ રમતા રમતાં બોરમાં પડી ગયો હતો. શિવમનો રડવાનો અવાજ સાંભળીને મારી પત્ની ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો. આથી હાંફળી-ફાંફળી બનેલી મારી પત્નીને શેઠને વાત કરી હતી. શેઠ અને ગ્રામલોકોએ તંત્રને જાણ કરતા આર્મી સહિતની ટીમોએ આવીને ત્રણ કલાકમાં બહાર કાઢી મારા બાળકને નવું જીવન આપ્યું છે.
હાલ બાળકની તબીયત સ્થિર
શિવમને હેમખેમ બહાર કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકને ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબીયત સ્થિર હોવાનું હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતુ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).