ફેસ ઓફ નેશન, 06-05-2020 : સરકાર ઓચિંતા નિર્ણયોથી જાણીતી બની ગઈ છે. આજે અમદાવાદ શહેરના રસ્તા જોતા લોકોને નોટબંધીની યાદ આવી ગઈ છે. વિજય નેહરાએ કહ્યું હતું કે, 15 મે સુધીમાં 50 હજાર કેસો હશે. જો કે આ સ્થિતિ જોતા તેમની આ આગાહિ સાચી પડે તેમ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. હાલ ઠેર ઠેર સમગ્ર અમદાવાદમાં લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. આડેધડ શાકભાજી, કરિયાણાના ઓર્ડર આપી રહ્યા છે જેના બદલામાં દુકાનદારો અને શાકભાજીના ફેરિયાવાળા મનફાવે તેમ ભાવો વસૂલી રહ્યા છે.
આજ મધરાતથી લાગુ કરવામાં આવેલી અમદાવાદને તાળાબંધીને લઈને લોકો ખરીદી કરવા ઘર બહાર નીકળી પડ્યા છે. અમદાવાદના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ દેખાઈ રહી છે. નોટબંધી, લોકડાઉન જેવા અચાનક નિર્ણયોથી ભાજપ સરકાર હવે પ્રજામાં જાણીતી બની ગઈ છે. ગમે ત્યારે ગમે તે નિર્ણય લેવાય તેની માટે પ્રજાએ તૈયાર રહેવાનું તેવું વર્તન શાષકોનું હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર લોકોની ભીડ જોવા મળી રહી છે. પોલીસ હાલ સાઈડ લાઈન થઇ ગઈ છે. જેને લઈને રસ્તા ઉપર પ્રજા બેખોફ ફરી રહી છે. શાકભાજી, કરિયાણું લેવા રીતસર લોકોએ પડાપડી કરી છે. આવી રીતે કામગીરી થશે તો કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video