Home News ઉકાઈની સપાટી 327.39 ફૂટના ઉફાને, 24 હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈની સપાટી 327.39 ફૂટના ઉફાને, 24 હજાર ક્યુસેક પાણી છોડાયું

Face Of Nation:સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વરસાદ શરૂ થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ઉકાઇ ડેમમાં ઇનફ્લો 6.69 લાખ ક્યુસેક પાણી સુધી પહોંચી ગયો છે. અને સપાટી 327.39 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી 24 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને 4 હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.હથનૂર ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હથનૂર ડેમની સપાટી 210.580 મીટર પર પહોંચી ગઇ છે. જેના પગલે ડેમના તમામ 41 ગેટ ખોલી નાખવામાં આવ્યાં હતાં. જ્યારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. સવારે 2.26 લાખ ક્યુસેક પાણીની આવક હતી. જે હાલ 6.69 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ છે.ગત 1 ઓગસ્ટના રોજ ઉકાઈ ડેમની સપાટી 300 ફૂટ નોંધાઈ હતી.અને આજે 327.39 ફૂટ નોંધાઈ છે. જેથી છેલ્લા 9 દિવસમાં સતત પાણીની આવકના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં 27 ફૂટનો વધારો થયો છે.સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું હતું કે, ઉકાઈ ડેમનું રૂલ લેવલથી 8 ફૂટ જેટલું દૂર છે. આજે ઉકાઈમાંથી 75 હજાર અને આગામી દિવસોમાં 1.50 લાખ ક્યુસેક પાણી સુધી છોડાઈ શકે છે. પાણી છોડાવાથી સુરત શહેર કે સુરત જિલ્લાના ગામોમાં કોઈ ગંભીર અસર થવાની શક્યતા નથી. જેથી અફવા ન ફેલાવવા અપીલ છે. અને તાપી નદી કિનારે ન જવા પણ અપીલ કરું છું. કોઈ પણ નંબર માટે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત છે.