Face Of Nation:સાથ આયે દેશ બચાયેના સ્લોગન સાથે દેશ ભરમા ભાજપ દ્વારા કરવામાં આવેલા સદસ્યતા અભિયાનને ગુજરાતમાં ઘીમે ઘીમે સફળતા મળી રહી છે. 6 જુલાઇથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી ગુજરાતમા 18 લાખ વધુ સદસ્યો નોંધાયા છે. ત્યારે અભિયાન પૂર્ણ થાય ત્યાંસુધીમા ગુજરાત ભાજપ પાસે 50 લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.આમ તો ભાજપની સ્થાપના થઇ ત્યારથી દર 3 વર્ષે સદસ્યતા અભિયાન કરવામા આવે છે. જોકે વર્ષ 2015માં અમિત શાહ દ્વારા સોશિયલ મીડીયા તથા આધુનિક ઢબે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું. જેના કારણે દેશભરમાં ભાજપના 11 કરોડની વઘુ સભ્યો નોંધાયા અને ભાજપ કેડર બેઝ સૌથી મોટી પાર્ટી બની ત્યારે ફરી એક વાર 6 જુલાઇથી સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે.
જેમા અત્યાર સુધીમા 18 લાખ થી વધુ સદસ્યો ભાજપના જોડાયા હોવનો પક્ષનો દાવો છે જો કે ગુજરાત ભાજપ દ્વારા આ વખતે સદસ્યતા અભિયાન દરમ્યાન 50 ટકા સદસ્યતા દર મા વૃધ્ધી નો લક્ષયાંક નક્કી કરાયો છે ત્યારે કમલમ ખાતે સતત બેઠક નો ધમધમાટ છે. ત્યારે આ સદસ્યતા અભ્યાનના શું સંયોજક રજની પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સદસ્યતા અબ્યાન એ પૂર જોશમાં ચાલી રહ્યું છે.ગુજરાત યુનિટ દ્વારા 50 લાખ નવા સભ્યો જોડવનો લક્ષયાંક રાખવામાં આવ્યો છે. જેની સામે અમે અત્યાર સુધીમાં 18 લાખ સભ્યોએ નવા જોડી દીધા છે.ગુજરાત ભાજપ દ્વારા 11 ઓગસ્ટ સુધીમાં 50 લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે ઉદ્યોગકારો, શૈક્ષણિક તજજ્ઞો, સહકારી ક્ષેત્રના આગેવાનો, સમાજના અલગ અલગ વર્ગના પ્રતિનિધીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલના સદસ્યતા ફોર્મ ભરવામાં કેટલીક મુશ્કેલીઓ પણ આવી રહી છે. તેને પણ દૂર કરવાનો પાર્ટી તરફ થી પ્રયત્ન થઇ રહ્યો છે.