Home Gujarat ગુજરાતમાં હજુ ‘સસ્તુ’ થશે પેટ્રોલ-ડીઝલ?; ભાજપ શાસિત રાજ્યોમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં...

ગુજરાતમાં હજુ ‘સસ્તુ’ થશે પેટ્રોલ-ડીઝલ?; ભાજપ શાસિત રાજ્યોમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં થઈ શકે ‘વેટ’ ઘટાડો, ત્રણ બિન ભાજપી રાજ્યો કર્યો ઘટાડો!

Face Of Nation 23-05-2022 : કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ આ અઠવાડિયામાં જ 3 રૂપિયા સુધીના વેટ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. આ મામલે રાજ્ય સરકાર એ કવાયત હાથ ધરી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલનો રૂ.95.56 અને ડીઝલનો 93.10 રૂપિયા ભાવ છે.
વેટ ઘટાડો કરનારા ત્રણેય બિનભાજપી રાજ્યો
કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલીયમ ચીજોમાં થયેલા ભાવ વધારા ને કાબુમાં લેવા ટેક્સ ઘટાડવો જરૂરી હોવાના તારણો બાદ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ તથા ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં અનુક્રમે રૂ.8 તથા રૂ.6નો ઘટાડો જાહેર કર્યો હતો. કેન્દ્રના એક્સાઇઝ ડ્યૂટી ઘટાડાના કદમ બાદ કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રએ વેટમાં પણ ઘટાડો જાહેર કરીને જનતાને પેટ્રોલ ડીઝલમાં ભાવમાં રાહત આપી છે મહત્વની વાત એ છે કે વેટ ઘટાડો કરનારા ત્રણેય બિનભાજપી રાજ્યો છે. ભાજપ શાસિત રાજ્યોએ હજુ આ દિશામાં કોઈ નિર્ણય લીધો હતો.
ચૂંટણી નજીક આવતા ભાવમાં હજુ ઘટાડો થઈ શકે
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કોઈ રાહતનો નિર્ણય લે તેના પગલે ભાજપ શાસિત રાજ્યો પણ તેને અનુસરવા લાગતા હોય છે. પરંતુ આ વખતે બે દિવસ પછી પણ એકપણ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડિઝલ પર કર ઘટાડો કર્યો ન હોવાનું ‘સૂચક’ છે. પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી ગુજરાત સરકાર પણ ભાવ ઘટાડો કરવા મથામણ કરી રહી છે, જેના અનુસંધાને વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ માં 3 રૂપિયાની વધારાની રાહત આપી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).