Face Of Nation 14-06-2022 : મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ડાઈનાસોર ફોસિલ નેશનલ પાર્કમાં દિલ્લી યુનિવર્સિટી (DU) ના વૈજ્ઞાનિકોને ડાઈનાસોરનું એક વિચિત્ર ઈંડુ મળ્યું છે. આ ઈંડાની વિચિત્ર બાબત એ છે કે, તેની અંદર પણ એક ઈંડુ છે. આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર જરુર લાગે પણ સત્ય છે. સંશોધકોએ કહ્યું કે, આ પ્રકારનું સંશોધન વિશ્વમાં પહેલીવાર થયું છે. આ રિસર્ચ સાયન્ટિફિક રિપોર્ટસ જર્નલમાં પ્રકાશિત થયું છે.
આ અસામાન્ય ઈંડુ ટાઈનોસૉરિડ ડાઈનાસોરનું છે
સંશોધકોને મળેલું ઈંડુ ટાઈનોસૉરિડ ડાઈનાસોરનું છે. આ રિસર્ચમા કુલ 10 ઈંડા મળ્યા જેમાંના એક ઈંડાની અંદર પણ ઈંડુ છે. આ દુર્લભ ઈંડામા બે ગોળાકાર શેલ્સ છે અને બંને શેલ્સની વચ્ચે અંતર પણ છે. મોટા ઈંડાનું ડાયમીટર 16.6 સેન્ટિમીટર અને નાના ઈંડાનું ડાયમીટર 14.7 સેન્ટિમીટર છે. આ ઈંડા પરથી ડાઈનાસોરના પ્રજનન વિશે ખ્યાલ પડશે.
ડાઈનાસોરના પ્રજનન પર ઉઠ્યા પ્રશ્નો
ડાઈનોસોરનું પ્રજનન જીવ વિજ્ઞાન ગરોળીઓ અને કાચબાની જગ્યાએ મગરમચ્છ અને પક્ષીઓ જેવું હોય શકે છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધી ડાઈનોસોરના પ્રજનનને જેવું માનતા હતા, પરંતુ ઈંડાની અંદર ઈંડુ મળવું એ પક્ષીઓમાં સામાન્ય છે. એવું બની શકે કે સમય વીતતાં આ ડાઈનોસોરે પક્ષીઓની પ્રજનન પ્રક્રિયા અપનાવી લીધી. આ ઘટના એક રીતે ઈવોલ્યુશનનો એક ભાગ હોય શકે.
મધ્ય-પશ્ચિમી ભારત ડાઈનાસોરના અવશેષોનો ભંડાર
મધ્ય ભારતનું અપર ક્રેટેસશિયસ લૈમેટા ફોર્મેશન ડાઈનાસોરના અવશેષોની શોધ માટે જાણીતું છે. ડાઈનાસોરના અવશેષો પશ્ચિમ ભારતમાં મળવાની શક્યતા વધારે છે. વૈજ્ઞાનિકોને મધ્યપ્રદેશના બાગ શહેરના પાડલિયા ગામ નજીક મોટી સંખ્યામાં ટાઇટેનોસોરિડ ડાઈનાસોરના અવશેષો મળી આવ્યા છે. તેમાં ડાઈનાસોરના હાડપિંજરથી લઈને ઇંડા પણ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News વિચિત્ર ઈંડુ; વિશ્વમાં પહેલીવાર ડાઈનાસોરના ઈંડાની અંદરથી મળ્યું ઈંડું, ડીયુના વૈજ્ઞાનિકોએ કરી...