Home News ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ : ફિલ્મને ‘યૂટ્યુબ પર ફ્રીમાં મૂકવા માટે...

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ : ફિલ્મને ‘યૂટ્યુબ પર ફ્રીમાં મૂકવા માટે કહો, જેથી દરેક વ્યક્તિ તેને જોશે’: કેજરીવાલ, જુઓ Video

https://youtu.be/ZQJypuJpbiI

Face Of Nation 25-03-2022 : ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને આજે સમગ્ર ભારતમાંથી અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આ ફિલ્મ આતંકવાદની ચરમસીમા દરમિયાન કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી હિન્દુ પંડિતોની હિજરત પર આધારિત છે. વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે પેન્ડેમિક એરા સુધીમાં વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. અમે તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે રૂપિયા 200 કરોડથી પણ વધુ કમાણી કરી ચુકી છે અને હજુ પણ લોકોનો સિનેમાઘરો તરફ આ ફિલ્મ જોવા માટે અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.
કેજરીવાલ ફરી એકવાર વિવાદોમાં સપડાયાં
એવું લાગે છે કે વિવાદો અને અરવિંદ કેજરીવાલ જાણે એકબીજાનો હવે પર્યાય બની ચુક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ચુક્યા છે. અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત જાહેર કરવાની દિલ્હી ભાજપના ધારાસભ્યોની માગનો ટ્વીટર પર જવાબ આપતાં તેમને નેટિઝન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.
ફિલ્મને યુ-ટ્યૂબ પર ફ્રીમાં અપલોડ કરવી જોઈએ
અરવિંદ કેજરીવાલને દિલ્હી ભાજપના ધારાસભ્યોએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને NCRમાં કરમુક્ત કરવાની માંગણી કરી હતી. જેના વળતા પ્રહારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત બનાવવી જોઈએ. તે સારું જ છે. તેને યુટ્યુબ પર ફ્રીમાં અપલોડ કરવી જોઈએ. તમે અમને આ ફિલ્મને કરમુક્ત બનાવવાનું કેમ કહી રહ્યા છો. જો તમે આટલા જ ઉત્સુક છો, તો વિવેક અગ્નિહોત્રીને યુટ્યુબ પર ફ્રીમાં મૂકવા માટે કહો, જેથી દરેક વ્યક્તિ તેને જોઈ શકશે.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).