Face Of Nation 29-03-2022 : ડિજીટલ ભારતના દાવા વચ્ચે ગુજરાતની વિકટ સ્થિતિની વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યની 13 હજાર 818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબનો અભાવ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં દાહોદની 1 હજાર 24, છોટાઉદેપુરની 928 શાળાઓમાં, અમદાવાદ મનપાની 273 શાળાઓમાં, અમદાવાદ જિલ્લાની 470 પ્રાથમિક શાળાઓમાં, મહેસાણાની 991, કચ્છની 739, પાટણની 786 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર સેન્ટરનો અભાવ હોવાનું બહાર આવ્યું છે. સરકારની ડિજીટલ ગુજરાતની વાતો વચ્ચે આ આંકડો સરકારના દાવાની પોલ ખોલી રહ્યા છે.
શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની અધધ જગ્યા ખાલી
વિધાનસભામાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નમાં સરકારે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની ઘટના આંકડા રજૂ કર્યા હતા. જે મુજબ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1,2 ની 2181 જગ્યાઓ ખાલી પડી હોવાનું બહાર આવ્યું છે, શિક્ષણ વિભાગ ઉચ્ચ અધિકારીઓ વગર ધમધમી રહ્યા છે તે આ આંકડા પરથી ચોક્કસ કહી શકાય. વર્ગ-1 ની 492 અને વર્ગ-2ની 1689 જગ્યાઓ ખાલી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).