Face Of Nation 24-11-2021: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શ્રીનગરના રામબાગમાં ત્રણ આતંકીઓને ઢેર કરી દીધા છે. આ આતંકી સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ ધ રેજિસ્ટેન્સ ફ્રંટના મેહરાન અને બાસિતના રૂપમાં થઈ છે. પરંતુ તેની ઓળખને લઈને હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા સુરક્ષાદળોએ 20 નવેમ્બરે હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર મુસાદિર વાગે સહિત બે આતંકીઓને ઢેર કર્યા હતા.
આ પહેલા 17 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાએ બે અલગ-અલગ અથડામણમાં ધ રેજિસ્ટેન્સ ફ્રંટના કમાન્ડર અફાક સિકંદર સહિત પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા.
Jammu and Kashmir | Three terrorists neutralised by security forces and police in Srinagar's Rambagh area
(Visuals deferred by unspecified time) pic.twitter.com/nMQNWjbutt
— ANI (@ANI) November 24, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બુધવારે બપોરે રાજબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. પોલીસે તરત જ સેના અને સીઆરપીએફના જવાનો સાથે આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોનો ઘેરો વધુ મજબૂત થતો જોઈને આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ટૂંક સમયમાં એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું હતું. એન્કાઉન્ટર સ્થળ તરફ સામાન્ય લોકોની અવરજવર અટકાવીને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. સાંજે જ્યારે આતંકવાદીઓ તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થયો ન હતો, ત્યારે સુરક્ષા દળોએ સ્થળની શોધખોળ કરી હતી. આ દરમિયાન ત્યાંથી ત્રણ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)