Home News T-20 ટીમમાં થી અચાનક જ બહાર થયા આ બે ખેલાડી, જાણો શું...

T-20 ટીમમાં થી અચાનક જ બહાર થયા આ બે ખેલાડી, જાણો શું છે કારણ

Face of Nation 11-02-2022 : ભારતનાં વ્હાઈટ-બોલ ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન લોકેશ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ વેસ્ટ ઈન્ડિઝ સામેની 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ તેમના સ્થાને ઋતુરાજ ગાયકવાડ અને દીપક હુડાની પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી.

રાહુલ – અક્ષર બહાર થવાનું આ છે કારણ – બીસીસીઆઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલને સ્નાયુમાં ખેંચાણ થઈ હતી, જેના કારણે તે આ સિરિઝ ગુમાવી રહ્યો છે. જ્યારે અક્ષર કોરોનાવાયરસથી સ્વસ્થ થયા પછી તેના પુનર્વસનના અંતિમ તબક્કામાં હતો. તે હવે તેની ઈજા પર વધુ દેખરેખ રાખવા માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે.

નોંધનીય છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણેય T20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ODI શ્રેણીની જેમ T20 શ્રેણી પણ દર્શકો વિના જ ખાલી મેદાનમાં રમાશે કે કેમ.

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU