Face Of Nation, 05-10-2021: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નવા મંત્રીમંડળ બાદ ભાજપ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી. જેમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. હાલ બીજેપી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ પણ વિજયોત્સવમાં સામેલ થયા છે. કમલમમાં એક ઉત્સવની જેમ આ જીતની ઉજવણી થઇ રહી છે. અનેક કાર્યકર્તાઓ ઢોલનગારાના તાલે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યુ કે, ‘કોરોનામાં લોકો માટે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તે સામે આવ્યું છે. ગાંધીનગરમાં પહેલા ભાજપ પાસે 17 સીટો હતી આજે 41 સીટો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસને બે સીટ મળી છે અને જે ખૂબ ગાજ્યા હતા પરંતુ વર્સ્યા નહીં તેમને એક સીટ મળી છે. પ્રજાએ તેમને રિજેક્ટ કર્યા છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ‘ઐતિહાસિક કહી શકાય તેવું પરિણામ ગુજરાતના મતદારોએ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેક કામો કરશે. તેમણે ભાર આપીને તે પણ કહ્યું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીની કોઇ જગ્યા નથી. ગુજરાતની જનતાને હું વંદન કરું છું, તેમણે આ ઐતિહાસિક જીત આપી છે.’
Live: Press Conference https://t.co/tlYsotRE43
— BJP Gujarat (@BJP4Gujarat) October 5, 2021
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક જીત અંગે જણાવ્યુ કે, ‘અમારા પાર્ટીનાં અધ્યક્ષ સી.આર. પાટીલ મને કહેતા હતા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી. તેઓ તો અત્યારથી જ લાગી ગયા છે. બીજેપી ઇલેક્શનલક્ષી કામ કરતી પાર્ટી નથી. આખા દેશમાં ભાજપનું શાસન હશે તો પણ કાર્યકર્તાઓને ભાગે કામ નહીં આવે તેવું ક્યારેય નહીં બને. તેઓએ પ્રજાની વચ્ચે રહીને કામ કરવું જ પડશે. આપણા ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. હરહંમેશ પાર્ટીનો કોઇપણ મોટો હોદ્દેદાર હોય પરંતુ તે કાર્યકર્તા તરીકે કામ કરવા ટેવાયેલો છે.’
વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, રાજકીય અગ્રણીની 5 કલાક પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષ બાદ બહુમતી મેળવી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)