Face Of Nation, 28-08-2021: કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કેરલ સરકાર એ આખા રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. સીમ પિનારાઇ વિજયને શનિવારે નવો આદેશ જાહેર કરીને જણાવ્યું, ‘રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારણ વિના ઘરમાંથી બહાર નિકળવા માટે પાબંધી રહેશે. આ આદેશ સોમવારથી લાગૂ થઇ જશે.
રાજ્યના સીએમ પિનરાઇ વિજયન એ જણાવ્યું હતું કે કોરોના મહામારી સારવાર માતે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. શનિવારે પણ 1,67,497 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 31,265 લોકોના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. સાથે જ 153 કોરોના દર્દીઓના ડેથ થયા છે
ગત કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા. તેમાંથી મોટાભાગના કેસ કેરલ અને મહારાષ્ટ્રમાંથી હતા. તેનાથી કેંદ્ર સરકાર ચિંતિત હતી અને કોઇપણ પ્રકારથી આ મામલે કંટ્રોલ કરવા માંગતી હતી. એટલા માટે કેંદ્રએ બંને રાજ્યોના સીએમને પત્ર લખીને નાઇટ કરર્ફ્યૂ લગાવવા પર વિચાર કરવા માટે કહ્યું હતું. એક્સપર્ટના અનુસાર, કેરલમાં અચાનક કોરોના કેસ વધવાના કારણે ઓનમનો તહેવાર છે, જેથી આખા રાજ્યમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)