ફેસ ઓફ નેશન, 10-05-2020 : લોકશાહી દેશમાં પ્રજા જ સર્વોપરી છે. વધતા જતા કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારના અધિકારીઓ એમ કહીને સુફિયાણી સલાહ આપતા હતા કે, જેને કોરોનાના લક્ષણો જણાશે તેના જ ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ પોતે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતા જ રિપોર્ટ કઢાવવા દોડી ગયા હતા. અહીં આપતા હતા શબ્દ પ્રયોગ એટલે કરવામાં આવ્યો કે આ સલાહ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા આપતા હતા અને હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે.
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવીને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન થયેલા વિજય નેહરાએ ગઈકાલે ટ્વીટ કરીને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. આ એ જ વિજય નેહરા છે જેમણે જે લોકોને લક્ષણો ન હોય તેવા લોકોના કોરોના રિપોર્ટ નહીં કાઢવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો અને આજે તેઓએ પોતે જ આ નિયમનું ઉલ્લઘન કરીને કોરોના રિપોર્ટ કઢાવી લીધો હતો.
આમ જનતા બૂમો પાડીને થાકી જાય, ડરની મારી રોજ બરોજ માંગ કરે કે કોરોનાનો રિપોર્ટ કઢાવો તેમ છતાં તેમને એવી સલાહ આપવામાં આવે કે એવા નિયમો સમજાવવામાં આવે કે, લક્ષણો સિવાય કોઈના પણ ટેસ્ટ કરવામાં આવતા નથી. તેવામાં ચોક્સસ સવાલ ઉભા થાય કે લોકશાહીમાં પ્રજાના જીવની કોઈ કિંમત નહીં અને અધિકારીને કોરોના આવે એટલે બધા નિયમો જાય તેલ લેવા એવી સ્થિતિ ?
ટેસ્ટિંગ મામલે વિજય નેહરાએ કરેલી વાત અહીં રજૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જે લોકો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને 7 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થયા પછી જો લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટ કરાશે. તેમના આ નિવેદનના થોડા દિવસ બાદ પોતે જ કોરોના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમને કોઈ લક્ષણો નહોતા અને તેમ છતાં રિપોર્ટ કઢાવતા તે નેગેટિવ આવ્યો હતો. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/V_p2QUbXlos
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video