Face Of Nation:આણંદ પેટલાદમાં રમતગમતના મેદાન પાસે આવેલા ધાર્મિક સ્થળની ચોતરફ દીવાલ બનાવીને લાખો રૂપિયાની જમીન પચાવી પાડવાને પગલે પાલિકાના ચીફ ઑફિસરે સોમવારે દીવાલ તોડી નાખીને દબાણ હટાવ્યાં હતાં, જેના પગલે 4 કાઉન્સિલર અને 2 મહિલા કાઉન્સિલરના પતિઓએ મંગળવારે ચીફ ઑફિસરની કૅબિનમાં ધસી આવ્યા હતા. તેમણે વિરોધ વ્યક્ત કરીને ચીફ ઑફિસર હીરલબહેન ઠાકરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પેટલાદ નગરપાલિકાના ચીફ ઑફિસર હીરલ ઠાકરે પેટલાદ નગરપાલિકાના લેટર પેડ પર પેટલાદ ટાઉન પોલીસને અરજી આપતાં જણાવ્યું હતું કે, દબાણ કરી બનાવેલી દીવાલ નગરપાલિકાએ હટાવવાની કામગીરી કરી હતી. તે બાબતે કાઉન્સિલર ફિરોઝ રેતીવાલા ઉર્ફે ગુલામ દસ્તગીરી વ્હોરા, ફરીદ મિયાં ડોશુમિયાં મલેક ઉર્ફે લશ્કરી, રિફાકત મુખત્યારખાન પઠાણ, સાયનાબીબી મહંમદસઇદ સૈયદના પતિ મહંમદ સઇદ, ઝુબેદાબીબીના પતિ રિયાઝખાન પઠાણ અને અબરારબૅગ મિરઝાએ ધમકી આપી હતી. લશ્કરીએ પેટલાદની બહાર જીવતા નહીં જઈ શકો તેવું કહ્યું હતું. અને રિફાકતે તેમાં ‘બરાબર તો જ ખબર પડે’ તેવી ટાપસી પુરાવી હતી. તો વળી ફિરોઝ રેતીવાળા ઉર્ફે ગુલામદસ્તગીર વ્હોરાએ ‘સબ ઇધર આ જાઓ યહીં કાટ ડાલતે હૈ’ એવું કહ્યું હતું. જ્યારે રિયાઝખાન પઠાણ એવું બોલ્યાં કે ‘બુલા લીઆ હૈ સબ કો’ સાઇનાબીબીનો પતિએ કહ્યું ‘ફિરસે ફોન કરો’ અને અબરાર બેગે કહ્યું ‘અભી આ જાયેગે.’ તેઓ કેટલાક દસ્તાવેજો ચોરી ગયા હતા. અમે જીવ બચાવવા માટે ભાગીને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી.