Face of Nation 21-12-2021: હલ્દિયામાં આવેલી ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના પરિસરમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 3 લોકો સળગી ગયા હતા તથા બીજા 35 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ખબર મળતાં ફાયર બ્રિગેડની ગાડીઓને રવાના કરવામાં આવી હતી તથા તાકીદના ધોરણે આગ બૂઝાવવાનું કામ શરુ કરી દેવાયું હતું.
West Bengal | 3 people died, over 30 persons were injured in a fire incident at IOCL refinery in Haldia today. The injured have been shifted to Kolkata: SK Ajgar Ali, Chairman-In-Council, Haldia Municipality pic.twitter.com/W9qge0c0Ub
— ANI (@ANI) December 21, 2021
સૂત્રોના જણાવ્યાનુસાર, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ડેપોમાં એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. મોક ડ્રીલ દરમિયાન એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ડ્રિલિંગ દરમિયાન વિસ્ફોટ થતા આગ લાગી હતી.
ઘાયલોમાં મોટાભાગના લોકો આગની ચપેટમાં આવીને 60 ટકાથી વધારે બળી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. જોકે IOCL તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નહોતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).