Face Of Nation 20-06-2023 : અભિનેત્રીએ અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે એસિત મોદી, સોહેલ રમણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.પરંતુ છેલ્લા થોડા સમયથી આ કોમેડી સિરિયલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. હવે આ શો વિશે ગંભીર સમાચાર આવ્યા છે કે, શોમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર ગત 11મી મેના રોજ જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).