Face Of Nation, Banaskantha : ગુજરાતના બનાસકાંઠામાં તીડનાં આક્રમણે ખેડૂતોને હેરાન પરેશાન કરી દીધા છે ત્યારે ખેતરે ખેતરે નેતાઓ તેમના રાજકીય લાભ ખાટકવા હાથમાં થાળી અને વેલણ લઈને કોઈ નાટક કંપનીની જેમ ઉતરી પડ્યા છે. સરકારે જાણે કે તીડોત્સવનું આયોજન કર્યું હોય તેમ ખેતરોમાં ફરીને નેતાઓ તીડ ઉડાડી પોતાની સસ્તી પબ્લીસીટી મેળવવા હવાતિયાં મારી રહ્યા છે. એક બાજુ ખેડૂતો તીડને લઈને ચિંતાતુર બની ગયા છે ત્યાં બીજી બાજુ નેતાઓ તેમની આ સમસ્યાનો જાણે કે પોતાની પબ્લીસીટી કરવામાં ઉપયોગ કરી રહ્યા હોય તેવું ચિત્ર સર્જાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો તીડ ઉડાડતો વિડીયો હાલ વાયરલ થયો છે જે અનેક સવાલો ઉભા કરે છે.ખેડૂતોએ ભાજપની વિજય રૂપાણીની સરકારની નિષ્ક્રીયતા અંગે ભારે આકરી ટીકા કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, દિયોદર, ડીસા, વાવ અને પાલનપુરમાં તીડનો આતંક વધ્યો છે. ના રણમાં જે તીડ જોવા મળ્યા તેમાં દોઢથી બે ઇંચ મોટા પીળા રંગના તીડ છે. જે દિવસે ઓછા પરંતુ રાત્રે ઠંડીમાં વધુ જોવા મળે છે. 22 દિવસથી બનાસકાંઠા કલેકટર તીડને અંકુશ કરી શક્યા નથી. માત્ર વાતો કરી છે. કોઈ ઉપાય પણ શોધી શક્યા નથી. બનાસકાંઠાના 9 તાલુકાના 77 ગામો તીડના આતંકથી પ્રભાવિત છે. કચ્છ અને બીજા વિસ્તારો સાથે 200 ગામોમાં સોથ વાળી દીધો છે.