Face Of Nation, 21-11-2021: તૃણમૂલ કોંગ્રેસના યુવા અધ્યક્ષ સાયોની ઘોષની ત્રિપુરા પોલીસે ધરપકડ કરી છે. ઘોષ પર પોતાના એક ટ્વીટમાં ત્રિપુરા સીએમની સભા પર ખોટુ નિવેદન આપવાનો આરોપ છે. સાયોની ઘોષે કારમાં સભા વિસ્તાર પાર કરતી વખતે ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવની સભાની મજાક ઉડાવી હતી.
TMC યુવા નેતા સાયોની ઘોષની ત્રિપુરા પોલીસે ધરપકડ કરી છે. તેમના પર સોશિયલ મીડિયા પર સીએમ બિપ્લબ દેવની મીટિંગની મજાક ઉડાવવાનો આરોપ છે. સાયોની ઘોષે ટ્વીટ કર્યું હતું કે ત્રિપુરાની મુખ્ય પાર્ટીની બેઠકમાં 50 લોકો સામેલ થયા હતા. આના કરતા વધુ સંખ્યા અમારા ઉમેદવારોની સભાઓમાં જોવા મળે છે. ત્રિપુરાની જનતા જલ્દી જ ભાજપના ગુંડારાજનો અંત લાવશે.
ত্রিপুরার "মুখ্য" মন্ত্রীর সভায় হাতে গুনে ৫০ জন লোক। এর থেকে বেশি আমাদের ক্যান্ডিডেটদের সভায় দেখা যাচ্ছে। ত্রিপুরার মা-মাটি-মানুষের সমর্থনে চোখে চোখ রেখে খেলা হবে ও বিজেপির গুন্ডারাজের অবসান ঘটবে।
পুনশ্চ: গাড়ি কিছুটা আঘাত প্রাপ্ত কিন্তু আমি, @aitcsudip, @ArpitaGhoshMP অক্ষত। pic.twitter.com/3ryJyFfXIf
— Saayoni Ghosh (@sayani06) November 20, 2021
રવિવારે, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ત્રિપુરાના અગરતલામાં એક પોલીસ સ્ટેશનમાં સત્તાધારી ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં રાજ્ય પોલીસની સામે તેને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો. જો કે ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે. ટીએમસીના જણાવ્યા અનુસાર, ત્રિપુરા પોલીસ તે હોટલ પર પહોંચી જ્યાં પાર્ટીના નેતા સાયોની ઘોષ રોકાયા હતા અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા. તેમણે કથિત રીતે સ્પષ્ટ કર્યું ન હતું કે પૂછપરછ શેના વિશે છે.
.@BjpBiplab has become so UNABASHEDLY BRAZEN that now even SUPREME COURT ORDERS DOESN'T SEEM TO BOTHER HIM.
He has repeatedly sent goons to attack our supporters & our female candidates instead of ensuring their safety! DEMOCRACY BEING MOCKED under @BJP4Tripura. #NotMyINDIA pic.twitter.com/E9JA4HgTf9
— Abhishek Banerjee (@abhishekaitc) November 21, 2021
આ પછી સાયોની ઘોષ અને કુણાલ ઘોષ સહિત ટીએમસીના કેટલાક અન્ય નેતાઓ અગરતલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે સાયોની ઘોષ પૂછપરછ માટે ગયા ત્યારે થોડી જ મિનિટો બાદ લગભગ 25 બીજેપી કાર્યકર્તા હેલ્મેટ અને લાકડીઓ લઈને પહોંચ્યા અને પોલીસ સ્ટેશનની અંદર ટીએમસી કાર્યકરો પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે આ ઘટનામાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક કાર્યકરો ઘાયલ થયા છે.
આ પ્રસંગે હાજર રહેલા ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે ત્રિપુરામાં ‘જંગલ રાજ’ છે. અમને પોલીસની સામે માર મારવામાં આવ્યો પરંતુ તેઓએ કશું કર્યું નહીં, ઉલટું, અમારી સામે કેસ કરવામાં આવી રહ્યા છે અને હેરાન કરવામાં આવી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)