Home Politics TMCએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દમ દેખાડ્યો, ભાજપ-કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યું

TMCએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દમ દેખાડ્યો, ભાજપ-કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યું

Face Of Nation 02-03-2022 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીતના 10 મહિના બાદ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે બુધવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સમગ્ર વિપક્ષને હંફાવી દીધો અને રાજ્યની 108માંથી 102 નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો. રાજ્ય ચૂંટણી પંચના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને નંદીગ્રામના ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના ગઢ કાંથી નગરપાલિકાને બચાવવામાં સફળ રહી હતી.
ભાજપ અને કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યું
હમરો પાર્ટીએ દાર્જિલિંગ નગરપાલિકા પર કબ્જો જમાવીને ટીએમસી, જીજેએમ અને ભાજપને પાછળ છોડી દીધા. સીપીઆઇ(એમ)ની આગેવાની હેઠળના ડાબેરી મોરચાએ નાદિયા જિલ્લાની તાહેરપુર નગરપાલિકામાં વિજય મેળવ્યો છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો જીતીને પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપ એક પણ નગરપાલિકા જીતી શકી નથી. કોંગ્રેસ એક પણ નગરપાલિકા જીતી શકી નથી, જોકે કેટલાક શહેરોના કેટલાક વોર્ડમાં આ બંને પક્ષો જીત્યા છે. રાજ્ય ચૂંટણી પંચ (એસઇસી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ટીએમસીએ 102 નગરપાલિકાઓ જીતી છે. ડાબેરી મોરચા અને હમરો પાર્ટીએ એક-એક મ્યુનિસિપલ બોડી જીતી છે.
4 નગરપાલિકાઓમાં કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી
મુર્શિદાબાદની બેલડાંગા, પુરુલિયાના ઝાલદા, હુગલીના ચંપાડાની અને પૂર્વા મેદિનીપુર જિલ્લાના એગરા એમ ચાર નગરપાલિકાઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ મ્યુનિસિપલ સંસ્થાઓમાં બોર્ડની રચના માટે અપક્ષોની ભૂમિકા નિર્ણાયક બની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ બુધવારે પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો હતો કે તેમણે બોડી ચૂંટણીમાં તેમની પાર્ટીને વિશાળ જનાદેશ આપ્યો અને વિજેતા ઉમેદવારો અને સમર્થકોને નમ્રતાથી કામ કરવા હાકલ કરી.
જીત બાદ ઉત્સાહિત મમતાએ આપ્યું નિવેદન
તેમણે ટ્વિટ કર્યું હતું કે, “અમને વધુ એક જબરજસ્ત જનાદેશ આપવા બદલ મા-માટી-માનુષનો હૃદયપૂર્વક આભાર. શહેરની ચૂંટણીમાં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના વિજયી ઉમેદવારોને અભિનંદન.” મમતા બેનર્જીએ અન્ય એક ટ્વિટર પોસ્ટમાં લખ્યું, “આ જીત પછી અમારી જવાબદારી વધી જાય છે. વધુ સમર્પિત થઈને કામ કરવું પડશે. વિજયનો વિનમ્રતાથી સ્વીકાર કરો. ચાલો આપણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે સાથે મળીને કામ કરીએ. જય બાંગ્લા!” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)