Face Of Nation, 15-09-2021: રાજ્યમાં કોરોનાના નવા માત્ર 15 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,15,423 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. ત્યારે રસીકરણ ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3 લાખથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસ ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 145 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,423 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. કોરોનાને કારણે 10,082 નાગરિકોના અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી.
અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં કોર્પોરેશનમાં 4, જામનગરમાં 2, રાજકોટમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 અને કચ્છમાં 1 એમ કુલ 15 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 8, કચ્છમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 2, વડોદરામાં 1 અને સુરતમાં 1 એમ કુલ 18 દર્દી સાજા થયા છે.
જો રસીકરણ ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2,070 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 39,929 નાગરિકોને રસીનો પ્રથમ અને 44,680 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 1,17,118 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,60,402 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,64,206 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,33,19,834 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)