Home News રાજ્યમાં કોરોનાથી મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ

રાજ્યમાં કોરોનાથી મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ

Face Of Nation, 01-09-2021: રાજ્યમાં કોરોનાથી મોટી રાહત મળી રહી છે. નવા કેસ અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન એકપણ મૃત્યુ થયું નથી. આ દરમિયાન 10 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 81 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 8 લાખ 15 હજાર 201 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8 લાખ 25 હજાર 435 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં કુલ 6 કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં 4 કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં 2 અને રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. રાહતની વાત છે કે આજે એકપણ લોકોના મૃત્યુ થયા નથી. રાજ્યના 29 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 153 છે, જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 10081 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 201 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ પૂરજોરથી ચાલી રહી છે. રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 7 લાખ 48 હજાર 051 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 કરોડ 70 લાખ 9 હજાર 216 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)