Home News દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યામાં થયો ઘટાડો…

દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યામાં થયો ઘટાડો…

Face Of Nation, 06-10-2021: ભારતમાં કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઘટતો જતો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દૈનિક કેસોની સાથે, એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 18,833 કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસો કુલ કેસોનાં 1 ટકાથી પણ ઓછા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. જો કે, તહેવારોની સીઝન નજીક આવી રહી છે તે જોતા નિષ્ણાતોએ લોકોને કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સલાહ આપી છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 2,46,687 છે, જે 203 દિવસમાં આ સૌથી ઓછી છે. એટલું જ નહીં, દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધ્યો છે. હાલમાં તે 97.94% છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં, 24,770 લોકો કોરોનાથી ઠીક થયા છે, ત્યારબાદ કોરોના કેસની કુલ સંખ્યા વધીને 3,31,75,656 થઈ ગઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ (1.68%) છેલ્લા 103 દિવસથી 3% થી નીચે રહ્યો છે. છેલ્લા 37 દિવસ (1.68%) માટે દૈનિક પોઝિટિવિટી રેટ પણ 3% કરતા ઓછો છે. કોરોનાનાં કેસોની ઓળખ માટે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં દેશભરમાં 57.68 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, લોકોને વાયરસથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કુલ 92.17 વેક્સિન આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)