Face of Nation 22-12-2021: ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 91 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 41 લોકો સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 828794 થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 10, રાજકોટ જિલ્લામાં 15, વલસાડમાં 6, જામનગર શહેરમાં 5, નવસારીમાં 4, ગીર સોમનાથ, ખેડા અને વડોદરા ગ્રામ્યમાં 2-2, અમદાવાદ ગ્રામ્ય, કચ્છ, સુરત ગ્રામ્ય, આણંદ, તાપી, અમરેલીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકા અને સુરત શહેરમાં એક-એક વ્યક્તિનું નિધન થયું છે.
ગુજરાતમાં નવા આંકડા બાદ એક્ટિવ કેસ 637 થઈ ગયા છે, જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ 818051 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10106 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.70 ટકા છે.
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 1 લાખ 82 હજાર 360 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં 8 કરોડ 75 લાખ 1 હજાર 402 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).