Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસો નોંધાયા, 465 સંક્રમિતોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસો નોંધાયા, 465 સંક્રમિતોના મોત

Face of Nation 27-11-2021: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત ચાલુ સપ્તાહે પાંચમી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 50માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 153માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8318 નવા કેસ નોંધાયા છે અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10967 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

 દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,07,019 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6632 કેસ નોંધાયા છે અને 388 સંક્રમિતોના મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 6,69,354 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 63 હજાર 749

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 87 હજાર 797

એક્ટિવ કેસઃ 1 લાખ 7 હજાર 019

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 67 હજાર 933  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)