Home Gujarat કોરોનાના સૌથી વધુ 226 નવા કેસ અમદાવાદમાં, ગુજરાતમાં 4 મહિના બાદ કોરોનાના...

કોરોનાના સૌથી વધુ 226 નવા કેસ અમદાવાદમાં, ગુજરાતમાં 4 મહિના બાદ કોરોનાના નોંધાયા 500થી વધુ કેસ, 529 કેસ સામે 408 દર્દીઓને થયા સાજાં!

Face Of Nation 29-06-2022 : રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર રોકેડ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા છે. જ્યારે 408 દર્દી સાજા થયા છે. 4 મહિનાથી વધુ સમય બાદ રાજ્યમાં 500થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 18 ફેબ્રુઆરીએ 617 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.87 ટકા થયો છે. તો સતત 14મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 29 દિવસમાં કુલ 6281 કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 31 હજાર 483ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 17 હજાર 623 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2914 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 2912 દર્દીઓની હાલત સ્થિર છે. આજે 129 દિવસ બાદ 500થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ગઈકાલે 28 જૂને 480 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).