ફેસ ઓફ નેશન, 24-04-2020 : આજે રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.
સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, ગાંધીનગર-બોટાદ-વલસાડમાં એક એક કેસ, ભાવનગરમાં 2, પંચમહાલમાં 3 કેસ નોંધાયા છે. કુલ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે, 14 લોકો અમદાવાદમાં મૃત્યુ પામ્યા છે. જેમાં 17 વર્ષની યુવતીથી લઈને 90 વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. 7 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2815 કેસ નોંધાયા છે. જેમાં 29 વેન્ટિલેટર ઉપર છે અને 2394 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1821 કેસ નોંધાયા છે. 265 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દેશમાં આપણે ક્યાં નંબર ઉપર છીએ તે મહત્વનું નથી તેમ જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?
જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?