ફેસ ઓફ નેશન, 19-04-2020 : કોરોનાના કેસો વધી રહ્યા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે, સવારથી સાંજ સુધી નવા 139 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 99 કેસ નોંધાયા છે. સુરત 22, વડોદરા 14, ભરૂચ, રાજકોટ, દાહોદ અને નર્મદામાં એક એક કેસ નોંધાયા છે. શનિવાર રાતથી અત્યાર સુધી કુલ 367 કેસ રાજ્યમાં નોંધાયા છે. જયારે અમદાવાદમાં 239 કેસ નોંધાયા છે. હાલ 14 લોકો વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી કુલ 105 લોકો સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. આજે પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી ત્રણ અમદાવાદમાં અને એક એક ભરૂચ અને આણંદમાં નોંધાયા છે.
શનિવાર રાતથી રવિવારે સવાર સુધીમાં 228 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 140 કેસ નોંધાયા હતા. સુરતમાં 67, વડોદરામાં 8, રાજકોટમાં 5, આણંદમાં 1, ભાવનગરમાં 2 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું. અમદાવાદમાં દાણીલીમડા, મેઘાણીનગર, દુધેશ્વર, જુહાપુરામાં કેસો નોંધાયા હતા. આજે કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેમાંથી ચાર અમદાવાદના હતા. અત્યારે કુલ 1604 પોઝિટિવ દર્દીઓ છે. જેમાંથી 9 વેન્ટિલેટર ઉપર છે. 1443 જેટલા લોકોની હાલત સ્થિર છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીને જમીન ઉપર પથારી કરીને સારવાર અપાઈ રહી છે !
સાવધાન : અમદાવાદમાં નોંધાયેલા 140માંથી 125 લોકો એવા હતા જેને કોરોનાના કોઈ લક્ષણ નહોતા