ફેસ ઓફ નેશન, 20-04-2020 : રવિવાર રાતથી સોમવાર એટલે કે આજ સવાર સુધી રાજ્યમાં કોરોનાના નવા કુલ 108 કેસ નોંધાયા છે. આ અંગે માહિતી આપતા રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતનું કોરોના કેન્દ્ર ગણાતા અમદાવાદમાં 91 નવા કેસ નોંધાયા છે. અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહીસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટ સુરતમાં બે બે કેસ નોંધાયા છે. 4 લોકોના મૃત્યુ થયા છે. હાલ 14 લોકો વેન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1851 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે નોંધાયેલા કેસોમાં ગાયકવાડ હવેલી, રાયખડ, અસારવા, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહીબાગ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.
ગઈકાલે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી નવા 139 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 99 કેસ નોંધાયા છે. શનિવાર રાતથી રવિવાર સાંજ સુધી 24 કલાકમાં કુલ 367 કેસ રાજ્યમાં નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 239 કેસ પોઝિટિવ નોંધાયા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ