Home News દેશમાં બીજા ક્રમે ધકેલાયેલા ગુજરાતમાં આજે વધુ 94 કેસ નોંધાયા, અમદાવાદમાં 61

દેશમાં બીજા ક્રમે ધકેલાયેલા ગુજરાતમાં આજે વધુ 94 કેસ નોંધાયા, અમદાવાદમાં 61

ફેસ ઓફ નેશન, 22-04-2020 : વધતા જતા કોરોનાના કેર વચ્ચે ગુજરાત સરકારની અસરકારક કામગીરી રહી નથી. તમામ રાજ્યો દેશમાં વધતા જતા કોરોનાના ક્રમાંકમાં નીચે ઉતરી રહ્યા છે અને ગુજરાત ઉપર ચઢી રહ્યું છે. ગઈકાલે ગુજરાતે દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુને પછાડી બીજા નંબરે સ્થાન મેળવી લીધું છે.
કોરોનાના કેસો અંગેની માહિતી આપતા આજે રાજ્ય આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી 94 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17 કેસ, વડોદરામાં 8 કેસ, અરવલ્લીમાં 5 કેસ, બોટાદમાં 2 કેસ, રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. કેસ નોંધાયા છે. વધુ 5 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2272 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 1434 કેસ નોંધાયા છે. 5 લોકો સાજા થયા છે. 13 લોકો વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદમાં આજે નોંધાયેલા વિસ્તારોમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજનો સમાવેશ થાય છે.
મંગળવારે કોરોનાના કુલ 239 કેસોના ઉમેરા સાથે હાલ કુલ આંકડો 2,178 પર પહોંચ્યો હતો. આ દરમિયાન 19 લોકોના મોત સાથે કુલ આંકડો 90એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24 કલાકની અંદર સૌથી વધુ મોત નોંધાયા હોય તેવો આ કિસ્સો છે. તેમાંય અમદાવાદમાં જ 15 મૃત્યુ નોંધાતા સરકારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત

સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય કોને ? સત્તાને કે અધિકારીઓને ?