Home News કોરોના રિપોર્ટ : 24 કલાકમાં કોરોનાના કુલ 217 કેસ નોંધાયા, અમદાવાદમાં 151

કોરોના રિપોર્ટ : 24 કલાકમાં કોરોનાના કુલ 217 કેસ નોંધાયા, અમદાવાદમાં 151

ફેસ ઓફ નેશન, 23-04-2020 : સરકારે આજથી એક જ સમય 24 કલાકમાં નોંધાયેલા કેસોની વિગત આપવાનું શરૂ કર્યું છે. જો કે આજે બપોરે ગઈકાલથી સવાર સુધીનું લિસ્ટ લીક થઇ ગયું હતું. આજે રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 217 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે.
સુરતમાં 41, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. કુલ 11 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 79 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2624 કેસ નોંધાયા છે. જેમાં 28 વેન્ટિલેટર ઉપર છે અને 2224 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1652 કેસ નોંધાયા છે. 258 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દેશમાં આપણે ક્યાં નંબર ઉપર છીએ તે મહત્વનું નથી તેમ જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ

દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો