ફેસ ઓફ નેશન, 17-04-2020 : રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કોરોનાની માહિતી આપી છે. શુક્રવાર એટલે આજ સવારથી અત્યાર સુધીમાં ગુજરાતમાં વધુ 78 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 32, સુરતમાં 38, વડોદરામાં 5 અને બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, બહેરામપુરા, કાંકરિયા, દિલ્હી ચકલા, અસારવા, જમાલપુર અને મણીનગરનો સમાવેશ થાય છે. ગુરુવાર રાતથી અત્યાર સુધી કુલ 170 કેસ નોંધાયા છે. ત્રણ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે. જેમાં એક 69 વર્ષના વૃદ્ધ પુરુષ, 70 વર્ષના વૃદ્ધ સ્ત્રી અને 69 વર્ષના વૃદ્ધ પુરુષનો સમાવેશ થાય છે. 12 વ્યક્તિઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1099 નોંધાયો છે.
ગુરુવાર રાતથી આજે સવાર સુધીના આંકડાઓમાં સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. કુલ કેસ 92 નોંધાયા હતા. વડોદરામાં 9, સુરતમાં 14, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, દાહોદ-ખેડામાં એક એક, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા હતા. 8 લોકો હાલ વેન્ટીલેટર ઉપર છે.
દિવસે દિવસે વધતા જતા કેસો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે ચિંતાજનક કહી શકાય તેમ છે. વધતા જતા કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા તેવામાં લોકોએ સાવધાની અને સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ