ફેસ ઓફ નેશન, 18-04-2020 : કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. આજે સવારથી અત્યારસુધી રાજ્યમાં વધુ 104 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 96 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. આજે વડોદરામાં 3 કેસો નોંધાયા છે. આજે કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં બહેરામપુરા, દરિયાપુર, દાણીલીમડા, માણેકચોક, એલિસબ્રિજ, નિકોલ, સરસપુર, ગોમતીપુર, જમાલપુર, આસ્ટોડિયા, કુબેરનગર, ઇસનપુર, ચાંદલોડિયા, નવરંગપુરાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 1376 દર્દીઓ નોંધાયા છે. વેન્ટિલેટર ઉપર 10 દર્દીઓ છે. 1220ની સ્થિતિ સ્થિર છે.
અમદાવાદની સ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. શુક્રવાર રાતથી આજે શનિવાર સવાર સુધી રાજ્યમાં કુલ 176 કેસ નવા નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 143 કેસ નોંધાયા હતા. જેથી શુક્રવાર રાતથી અત્યાર સુધી જોવા જઈએ તો કુલ 280 કેસ રાજ્યમાં નવા નોંધાયા છે, અને અમદાવાદમાં 239 કેસ નોંધાયા છે. જે આંકડો ચોક્કસ ચિંતાજનક છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176