ફેસ ઓફ નેશન, 21-04-2020 : આજે કોરોનાના કુલ કેસોનો આંકડો બે હજારથી વધુ થઇ ગયો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે વધુ 112 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 75, સુરતમાં 9, અરવલ્લીમાં 4, વડોદરામાં 11, ભરૂચ 1, બોટાદ 2, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસો નોંધાયા છે. 13 લોકોના દુઃખદ અવસાન થયા છે. 14 લોકો વેન્ટિલેટર ઉપર છે. 1935 લોકો હાલ સ્થિર હાલતમાં છે. 8 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કુલ 239 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં કુલ 125 કેસ નોંધાયા છે.
ગઈકાલે એટલે કે સોમવાર સાંજથી આજે મંગળવાર સવાર સુધી કુલ 127 કેસો નોંધાયા હતા. જેમાંથી 50 અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 69, અરવલ્લી, ખેડા, ગીર સોમનાથમાં એક એક કેસ, રાજકોટમાં 2, વલસાડમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો હતો. સવારે જાહેર થયેલા આંકડા મુજબ, 19 લોકો વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા. 1839 લોકોની હાલત સ્થિર હતી. અમદાવાદમાં સવારે ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, નારણપુરા, મેમનગર, દાણીલીમડા જેવા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં મે મહિનાના અંત સુધીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવાશે, પરંતુ વાંચો તંત્રની આ શરત