Home Uncategorized ઓમિક્રોનની ખતરનાક એન્ટ્રી, આજે ગુજરાતમાં ઓમિક્રોનના ધડાધડ કેસ નોંધાયા

ઓમિક્રોનની ખતરનાક એન્ટ્રી, આજે ગુજરાતમાં ઓમિક્રોનના ધડાધડ કેસ નોંધાયા

Face of Nation 24-12-2021:  ગુજરાતમાં ઓમિક્રોનની ખતરનાક રીતે એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા 13 કેસ સામે આવતા હવે કુલ આંકડો 43 પર પહોંચ્યો છે. હવે ગુજરાતમાં આજનો દિવસ પણ ભારે રહ્યો છે. આણંદમાં આજે એક કેસ, ખેડામાં ઓમિક્રોન વેરિયન્ટના 3 અને અમદાવાદમાં વધુ 2 કેસ અને વડોદરા કોર્પોરેશનમાં 7 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ 13 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં આજે કોરોના ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ અમદાવાદના બોપલ અને બોડકદેવ વિસ્તારમાં નોંધાયા છે. બીજી બાજુ શહેરમાં કોરોના કેસ વધતા વધુ એક સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં ફેરવાઈ છે આ સાથે જ કુલ 3 સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં છે.

ઓમિક્રોનના કેસની હિસ્ટ્રી વિશે વાત કરીએ તો આણંદમાં નોધાયેલ એક 47 વર્ષીય વ્યક્તિ યુકેથી ગુજરાત આવ્યો છે અને તેનામાં ઓમિક્રોન દેખાયો છે, તેવી રીતે વડોદરા કોર્પોરેશનના 7 કેસની વાત કરીએ તો તાન્ઝાનિયાથી આવેલ એક 43 વર્ષીય પુરુષમાં, 2 કેસ ઝામ્બિયાથી ગુજરાત આવેલા સ્ત્રી-પુરુષ, આ સિવાય અન્ય 3 કેસમાં બે પુરુષો અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે આ સિવાય 1 કેસ યુએઈથી વડોદરા આવેલા 49 વર્ષીય પુરુષમાં ઓમિક્રોન દેખાયો છે. ખેડામાં તાન્ઝાનિયાથી આવેલ 52 વર્ષીય પુરુષ અને 1 કેસ યુએઈથી ખેડા આવેલ 31 વર્ષીય યુવાનમાં ઓમિક્રોન દેખાયો છે. અન્ય એક કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જ્યારે અમદાવાદમાં ઓમિક્રોનના બે કેસની વાત કરીએ તો 1 કેસ નાઈઝીરિયાથી અમદાવાદ આવેલ 37 વર્ષીય પુરુષ અને અન્ય 1 કેસ યુએઈથી અમદાવાદ આવેલા 42 વર્ષીય પુરુષમાં ઓમિક્રોન દેખાયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).