Home News પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ભાવનગરમાં 101 રૂપિયાને પાર, જાણો અ’વાદમાં કેટલો વધારો?

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ભાવનગરમાં 101 રૂપિયાને પાર, જાણો અ’વાદમાં કેટલો વધારો?

Face Of Nation, 06-10-2021: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી જનતા પરેશાન છે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ બંન્નેના 100ને પાર થયા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 44 પૈસા છે. તો ડીઝલનો ભાવ 100 રૂપિયા 20 પૈસા છે. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 71 પૈસા છે. તો ડીઝલનો ભાવ 98 રૂપિયા 49 પૈસા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો ભાવ 98 રૂપિયા 27 પૈસા છે.

એક સપ્તાહમાં ઇંધણના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવતા દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થયા છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં પેટ્રોલનો ભાવ ૧૧૧ રૂપિયાને પાર થઇ ગયો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૧.૫૧ ડોલરને પાર થઇ ગયો છે. ઓઇલ કંપનીઓએ ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અને પેટ્રોલમાં ૨૮ સપ્ટેમ્બરથી ભાવવધારો કરવાનું શરૂ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૨.૪૫ રૃપિયા અને પેટ્રોલના ભાવમાં ૧.૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)