Home Sports ગોલ્ફર અદિતિ અશોક ઇતિહાસ રચતા ચૂકી, ચોથા સ્થાને રહી

ગોલ્ફર અદિતિ અશોક ઇતિહાસ રચતા ચૂકી, ચોથા સ્થાને રહી

Face Of Nation, 07-08-2021:ગોલ્ફમાં ભારત માટે મેડલની આશા સમાપ્ત થઈ ગઈ છે. અદિતિ અશોકે ચોથા સ્થાન પર ફિનિશ કર્યુ છે. અદિતિ માત્ર એક શોટના અંતરથી મેડલ ચુકી છે. પરંતુ અદિતિ અશોક ઓલિમ્પિકમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગોલ્ફર બની ગઈ છે. અંતિમ શોટ સુધી અદિતિ મેડલની રેસમાં બનેલી હતી. પરંતુ ભાગ્યએ અદિતિનો સાથ આપ્યો નહીં. ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાના ખાતામાં ગયો છે.

મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાની ગોલ્ફર નૈલી કોર્ડાના ખાતામાં ગયો છે. હવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે જાપાનની નોમી ઇનામી અને ન્યૂઝીલેન્ડની લેડિયા વચ્ચે મુકાબલો થશે.

ઓલિમ્પિકમાં ગોલ્ફનું પર્દાપણ 1900ની પેરિસ ગેમ્સમાં થયું હતું. આ રમત આગામી સીઝનમાં પણ ઓલિમ્પિકનો ભાગ રહી. પરંતુ ત્યારબાદ ઓલિમ્પિકમાં આ રમત જોવા મળી નહીં. આખરે 112 વર્ષ બાદ 2016માં રિયો ઓલિમ્પિકમાં ગોલ્ફની વાપસી થઈ હતી. રિયોમાં શિવ ચોરસિયા, અનિર્બાન લાહિડી અને અદિતિ અશોકે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યુ હતું. ટોક્યો ઓલિમ્પિકમાં અદિતિ સિવાય ત્રણ અન્ય ગોલ્ફરો (અનિર્બાન લાહિડી, ઉદયન માને અને દીક્ષા ડાગર) ને તક મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)