Home Sports ભારતના હાથે વધુ એક નિરાશા, ઓલિમ્પિકમાં સોનમ મલિક અને અન્નુ રાની પણ...

ભારતના હાથે વધુ એક નિરાશા, ઓલિમ્પિકમાં સોનમ મલિક અને અન્નુ રાની પણ બહાર

Face Of Nation, 03-08-2021 : આજનો દિવસ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે નિરાશાજનક રહ્યો છે. હોકીની સેમિફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે ભારતનો 5-2થી પરાજય થયો છે તો રેસલિંગમાં સોનમે પણ હાર સાથે શરૂઆત કરી છે. ભારતની જ્વેલિન થ્રો એથ્લીટ અનુ રાની પણ ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી. હવે આજે ભારતની ઓલિમ્પિકમાં એક ઇવેન્ટ બાકી છે. શોટ પુટમાં ભારતીય એથ્લીટ તજિન્દર પાલ સિંહ એક્શનમાં જોવા મળશે. આ ઇવેન્ટ ભારતીય સમયાનુસાર સાંજે 3.45 કલાકે શરૂ થશે.

ભારતીય મહિલા યુવા રેસલર સોનમ મલિકને મંગોલિયાની રેસલરે હરાવી દીધી છે. ડેબ્યૂ ઓલિમ્પિકમાં સોનમે હારથી શરૂઆત કરી છે. ઓલિમ્પિકમાં જનારી ભારતની સૌથી યુવા મહિલા રેસલરની પાસે જીતની સાથે પર્દાપણ કરવાની તક હતી. સોનમ અંતિમ 30 સેકેન્ડ પહેલા સુધી 2-0ની લીડ બનાવી રાખી હતી, પરંતુ અંતમાં તે લીડ જાળવી શકી નહીં અને તેણે હારનો સામનો કરવો પડ્યો છે.

જ્યારે ભારતની અન્નુ રાની ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી શકી નહીં. અન્નુ રાની 54.04 મીટરના નિરાશાજનક પ્રદર્શનની સાથે 14માં સ્થાને રહી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)