Face Of Nation, 08-08-2021 : શૂન્યમાંથી સર્જન કરનારા દરેક સફળ વ્યક્તિઓ પાછળ તેમની સફળતાની મંજિલ સુધી પહોંચવા સુધીની એક સંઘર્ષમય કહાની હોય છે. આજે ભારત માટે ગૌરવ સાબિત કરનારા નીરજ ચોપરા કે જેણે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે તેની સફળતાની કહાની જાણવા લોકો મથી રહ્યા છે. સતત પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન રાખી મોબાઈલ તેમજ સોશિયલ સાઇટ્સથી સંપૂર્ણ પણે દૂર રહીને તેને ઓલમ્પિકમાં આજે ગોલ્ડ મેડલ જીત્યો છે.
આજનું યુવાધન સતત મોબાઈલ પાછળ પોતામાં રહેલી આવડત કે પોતાના લક્ષ્યાંકો નક્કી કરી શકતો નથી. દેખાદેખીના ભાગરૂપે દિવસે દિવસે તેના વિચારો અને તેના લક્ષ્યાંકો બદલાતા જઈ રહ્યા છે, ટૂંકા રસ્તે કેવી રીતે માલામાલ થઇ જવું તેના વિચારોમાં તે તેના નૈતિક મૂલ્યોનું અધઃપતન કરી રહ્યો છે ત્યારે મોબાઈલથી દૂર રહીને માત્ર લક્ષ્યાંક જ ધ્યાન રાખવા બાબતે આજે નીરજ ચોપરા યુવાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પણ બન્યો છે.
અગાઉ વર્ષ 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નીરજને ગોલ્ડ એમ જ નથી મળ્યો, આ માટે તેણે ઘણો સંઘર્ષ કરવા ઉપરાંત ત્યાગ પણ કર્યો છે. નિરવે સતત તેની તૈયારીઓ ઉપર જ સમગ્ર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આ માટે તેણે છેલ્લા એક વર્ષથી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ રાખ્યો હતો. માત્ર માતા સાથે વાત કરવા જ તે ફોન ચાલુ કરતો હતો અને ત્યારબાદ તુરંત સ્વીચ ઓફ કરી દઈને તેના લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો હતો, એટલું જ નહીં તે સોશિયલ મીડિયાથી પણ દૂર રહ્યો હતો.
નીરજનું સપનું દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું હતું. વર્ષ 2016માં તે રિયો જઈ શક્યો ન હતો. જોકે તે વર્ષે તેનું પર્ફોમ્ન્સ શ્રેષ્ઠ રહ્યું હતું. તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તે ક્વોલિફિકેશન માર્ક્સ પણ પાર કરી લીધા હતા, અલબત તેનો આ રેકોર્ડ 23 જુલાઈ બાદનો હતો. જ્યારે રિયો માટે ક્વોલિફિકેશનની અંતિમ તારીખ 23 જુલાઈ હતી. જ્યારે રિયો માટે ક્વોલિફાઈડ થવાની અંતિમ તારીખ 23 જુલાઈ હતી. આ સંજોગોમાં નીરજને ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકવાનું દુખ હતું. ત્યારબાદથી તે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયો હતો. તેનું સપનું દેશ માટે ગોલ્ડ જીતવાનું હતું અને આ માટે તે કોઈ જ પ્રકારની બેદરકારી ઈચ્છતો ન હતો. આ માટે છેલ્લા એક વર્ષતી તે મોબાઈલ સ્વીચ ઓફ રાખતો હતો. જ્યારે પણ તેને માતા સરોજ અને પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરવાની થતી ત્યારે તે વીડિયો કોલિંગ કરતો હતો.
નીરજે મે,2019માં કોણીનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ સંજોગોમાં ડર હતો કે તે ઓલિમ્પિક અગાઉ સાજો થઈ શકશે નહીં, પણ ભગવાનનો આભાર કે કોરોનાને લીધે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ માટે મુલત્વી રાખવામાં આવ્યો અને નીરજને રિકવરીનો સમય મળી ગયો. આ સાથે જ તે પોતાના ફોર્મમાં પરત ફરવા માટે પણ પૂરતો સમય મળી ગયો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)